HastaRekha: જો તમારી હથેળીમાં પણ છે આ નિશાન, તો તમે આ ઉંમર બાદ બનશો ધનવાન
કેટલીક રેખા પ્રેમ અને સંબંધો વિશે જાણકારી આપી શકે છે. કેટલીક હસ્તરેખા ધનવાન બનવાનો સંકેત આપે છે. જો તમારી હથેળી પર વીનું નિશાન છે તો તમારૂ ભાગ્ય જરૂર ચમકવાનું છે. આવો તેના વિશે જાણીએ..
Trending Photos
નવી દિલ્હીઃ દરેકના હાથમાં રેખાઓ હોય છે. હસ્તરેખા વિજ્ઞાન આ રેખાઓના અર્થનો અભ્યાસ છે. તેનું માનવું છે કે પ્રત્યેક રેખા તેને ધારણ કરનાર વ્યક્તિના જીવન પથ વિશે જણાવે છે. કેટલીક રેખા વ્યક્તિત્વના ગુણોને પ્રગટ કરે છે, જ્યારે અન્ય સફળતા અને આશીર્વાદના સ્તરની ભવિષ્યવાણી કરે છે. કેટલીક રેખા પ્રેમ અને સંબંધો વિશે જાણકારી આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ નિશાન ધનવાન બનવાના સંકેત હોય છે. જો તમારી હથેળી પર વી (V)નું નિશાન છે તો તમારૂ ભાગ્ય એક દિવસ જરૂર ચમકશે. આવો જાણીએ તેના વિશે...
વી (V)નિશાનનો અર્થ
અક્ષર V જો તમે જમણા હાથના છો, તો ડાબા હાથની રેખાઓ તમારા વ્યક્તિત્વને ઉજાગર કરશે, જ્યારે જમણા હાથની રેખાઓ તમે જે માર્ગ પર છો તેનું ભાગ્ય જણાવશે. જો તમારા જમણા હાથ પર વી અક્ષર શોધી રહ્યાં છો તો તમારે તેને તમારી તર્જનીની નીચે, શીર્ષ પ્રમુખ હ્રદય રેખા પર શોધવો જોઈએ. માનવામાં આવે છે કે વી અક્ષરવાળા પુરૂષો અને મહિલાઓ જીવનમાં ખુબ ભાગ્યશાળી હોય છે અને તેને ખુબ સફળતા મળે છે. હસ્તરેખા શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આ રેખા હોવાનો મતલબ છે કે તમારી પ્રગતિ થવાની છે.
હસ્તરેખા નિષ્ણાંતો અનુસાર તર્જની અને મધ્ય આંગળીના મધ્યમાં V નું નિશાન હોવું શુભ માનવામાં આવે છે. હથેળી પર V નિશાનવાળા લોકો સકારાત્મક વિચારથી ભરેલા હોય છે. આવા લોકો મુશ્કેલ સ્થિતિમાં પણ ગભરાતા નથી. જે લોકોના હાથમાં આ નિશાન હોય છે તેનું ભાગ્ય 35 વર્ષ બાદ બદલાવા લાગે છે. તેને દરેક કામમાં સફળતા મળે છે. 40 વર્ષની ઉંમર બાદ આ જાતકોના જીવનમાં આર્થિક મુશ્કેલી રહેતી નથી.
હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જે લોકોની હથેળી પર V નું નિશાન હોય છે, તે દિલથી દયાવાન હોય છે. તે બીજાની મદદ કરે છે અને આવા લોકો પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે