આ તારીખથી શરુ થશે હોળાષ્ટક, ભુલથી પણ ન કરતાં આ કામ, કર્યા તો માથે હાથ દઈને રોવાનો આવશે વારો
Holi 2023: હોળીના એક સપ્તાહ પહેલા હોળાષ્ટક લાગી જાય છે. હોળાષ્ટકના દિવસો અશુભ માનવામાં આવે છે અને આ દિવસો દરમિયાન કેટલાક કામ કરવાની મનાઈ હોય છે.
Trending Photos
Holi 2023: હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક હોળી પણ છે. દર વર્ષે હોળીનો તહેવાર ધામધૂમથી દેશભરમાં ઉજવવામાં આવે છે. ભારતના કેટલાક રાજ્યોમાં ઉજવાતી હોળી વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જોકે હોળીનો તહેવાર આવે તેની પહેલા હોળાષ્ટક લાગે છે. હોળીના એક સપ્તાહ પહેલા હોળાષ્ટક લાગી જાય છે. હોળાષ્ટકના દિવસો અશુભ માનવામાં આવે છે અને આ દિવસો દરમિયાન કેટલાક કામ કરવાની મનાઈ હોય છે. આ વર્ષે હોળાષ્ટક 27 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 7 માર્ચ 2023 સુધી રહેશે. ત્યાર પછી મંગળવારે હોળીકા દહન થશે અને હોળાષ્ટક પૂર્ણ થશે. અને 8 માર્ચે ધુળેટી ઉજવાશે.
અશુભ હોય છે હોળાષ્ટકના દિવસો
આ પણ વાંચો:
જ્યોતિષશાસ્ત્રમાં હોળાષ્ટકના આઠ દિવસને અશુભ માનવામાં આવ્યા છે. તેની પાછળનું કારણ હોય છે ગ્રહોની અશુભ સ્થિતિ અને પૌરાણિક કથાઓ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ આઠ દિવસ દરમિયાન બધા જ ગ્રહ અસ્ત અને રુદ્ર અવસ્થામાં હોય છે. તેથી તેઓ અશુભ ફળ પ્રદાન કરે છે. આજ કારણ છે કે આ આઠ દિવસ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે.
પૌરાણિક કથા
હોળાષ્ટકને લઈને પૌરાણિક કથા એવી છે કે રાજા હિરણ્ય કશ્યપ એ પોતાના પુત્ર પ્રહલાદને હોલિકા દહન ના આઠ દિવસ પહેલા ખૂબ જ યાતનાઓ આપી હતી. ત્યાર પછી તેની ફઈ હોળીકાએ તેને મારવાનો પ્રયત્ન કર્યો પરંતુ ભગવાને તેને બચાવી લીધો. ભગવાનની કૃપાથી હોળીકા અગ્નિ માં બળી ગઈ અને ભગવાને પ્રહલાદ ને બચાવી લીધો. આ કારણથી હોળી પહેલાના આઠ દિવસને અશુભ માનવામાં આવે છે.
હોળાષ્ટકમાં ન કરો આ કામ
હોળી પહેલાના આઠ દિવસ દરમિયાન ગ્રહો અસ્ત સ્થિતિમાં અથવા તો રુદ્ર અવસ્થામાં હોય છે. તેથી આ દિવસ દરમ્યાન લગ્ન, સગાઈ, ગૃહ પ્રવેશ, બાળકોનું મુંડન, નવું ઘર કે ગાડી લેવી જેવા શુભ કાર્યો કરવા નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે