જાણો કેમ ઉજવવામાં આવે છે રાંધણ છઠ્ઠ, શું છે પૌરાણિક મહત્વ, આ રીતે કરવી પૂજા
Radhan Chhath Puja 2023: આ તહેવાર ભારત ના અલગ-અલગ રાજ્યમા જુદા જુદા નામે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં તેને રાંધણછઠ્ઠ તો ક્યાંક આ દિવસને હલષષ્ઠી, હળછઠ્ઠ, હરછઠ્ઠ વ્રત, ચંદન છઠ્ઠ, તિનછઠ્ઠી, તિન્નિ છઠ્ઠ, લલહી છઠ્ઠ, કમર છઠ્ઠ, અથવા ખમર છઠ્ઠના નામથી પણ ઓળખવામાં આવે છે.
Trending Photos
જ્યોતિષી ચેતન પટેલ: શ્રાવણ મહિનો એટલે તહેવારો નો મહિનો શ્રાવણ વદ છઠ્ઠની તિથિને રાંધણ છઠ્ઠ તરીકે મનાવવામાં આવે છે. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠની તિથિને રાંધણ છઠ્ઠ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 5 સપ્ટેમ્બર મંગળવારે મનાવવામાં આવશે. રાંધણ છઠ્ઠના મહિમાની વાત કરીએ તો મહાભારત કાળની વાત પ્રમાણે ધાર્મિક રીતે જાણીએ તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાઇ બલરામજી જેને શેષનાગનો અવતાર માનવામાં આવે છે. તેમનો જન્મ થયો હતો એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના કરી રાંધણછઠ્ઠની ઉજવણી કરી ઉપવાસ કરે છે.
દીકરીના લગ્ન માટે 64 લાખ રૂપિયા ભેગા કરવા છે તો સરકારની આ યોજનામાં કરો રોકાણ
Knowledge Story: ગાડી પર ધર્મ કે જાતિના સ્ટીકર લગાવવા પડશે મોંઘા, જાણો લો નિયમ
આ તહેવાર ભારત ના અલગ-અલગ રાજ્યમા જુદા જુદા નામે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં તેને રાંધણછઠ્ઠ તો ક્યાંક આ દિવસને હલષષ્ઠી, હળછઠ્ઠ, હરછઠ્ઠ વ્રત, ચંદન છઠ્ઠ, તિનછઠ્ઠી, તિન્નિ છઠ્ઠ, લલહી છઠ્ઠ, કમર છઠ્ઠ, અથવા ખમર છઠ્ઠના નામથી પણ ઓળખવામાં આવે છે. હળછઠ્ઠ અથવા રાંધણ છઠ્ઠના દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી છ મોટા માટીનાં વાસણમાં પાંચ અથવા સાત અનાજ અથવા મેવા ભરે છે.
ગુજરાતમાં આ દિવસે રાંધણ છઠ્ઠનો તહેવાર મનાવવામાં આવે છે. રાંધણ છઠ્ઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અહીં સાતમના દિવસે ઘરમાં રસોઇ ન કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠ્ઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલાથી તૈયાર કરેલ ઠંડું ભોજન ગ્રહણ કરવામાં આવે છે.
રોજ નાસ્તામાં પૌંઆ ખાશો તો વધી જશે વજન, સ્વાસ્થ્યને ફાયદો થવાને બદલે થશે નુકસાન
શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસમાં બનાવો આ ટેસ્ટી ફરાળી વાનગીઓ, મજા પડી જશે
રાંધણ છઠ્ઠના દિવસે લોકો ઘરે ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવતા હોય છે. આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠ્ઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન માણવાનો મહિમા છે. જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જનમદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે.
આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠ્ઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.
10 હજારથી પણ સસ્તા, આ Smart LED TV મચાવી રહ્યા બજારમાં ધૂમ : ફીચર્સ સાંભળશો તો તરત જ
સમાચાર પત્રોના નીચે કેમ હોય છે આ ચાર અલગ-અલગ કલર? જાણવું છે જરૂરી
રાંધણ છઠ્ઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે. અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધી પૂર્વક ઠારી દેવામાં આવે છે. જો માતા શીતળાને તમારા ઘરના ચૂલાથી ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે, માટે રાંધણછઠ્ઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે. આધુનિક જમાનમાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ તો ગેસને પણ ઠારવાની પરંપરા રહેલી છે. એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપના શરીરમાં થતાં અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે. અને શરીર એકદમ નીરોગી બની રહે છે.
શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની છઠ્ઠનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણના મોટા ભાઈ શ્રી બલરામજીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રી બલારામજીનો જન્મ થયો હતો. શ્રી બલરામજીનું મુખ્ય શસ્ત્ર એ હળ છે. આ કારણોસર તેમને હલાધર પણ કહેવામાં આવે છે. આ ઉત્સવનું નામ શસ્ત્રના નામ "હળ" પરથી રાખવામા આવ્યું છે. ભારતના કેટલાક પૂર્વી ભાગોમાં તેને ‘લાલાય છઠ્ઠ’પણ કહેવામાં આવે છે.
Heart Disease: હાર્ટની બિમારીને આમંત્રણ આપે છે આ 5 ફૂડ, WHO જાહેર કરી છે ચેતાવણી
ઓગસ્ટમાં Maruti, Mahindra અને Toyota એ ધડાધડ વેચી કાર્સ, જોતી રહી ગઇ Tata!
આ દિવસે કેવી રીતે કરશો પૂજા :
સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરવા જોઇએ. ત્યાર બાદ વિધિ-વિધાનથી પૂજા-અર્ચના કરીને નિરાહાર વ્રત રાખો. ત્યારબાદ સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
આ વાતનું ધ્યાન રાખવું જરૂરી
આ વ્રતમાં કેટલાય નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. હલછઠ્ઠ વ્રતમાં ગાયના દૂધ અથવા દહીંનો ઉપયોગ કરી શકાય નહીં. આ ઉપરાંત ગાયના દૂધ અથવા દહીંનું સેવન કરવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે. આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઇ પણ અનાજ અથવા ફળ પણ ખાઇ શકાય નહીં.
Impotence In Men: ભૂલથી પણ ખાશો નહી આ 3 વસ્તુ, જતી રહેશે મર્દાનગી, જીંદગીભર પસ્તાશો
LPG Gas Price: રેશનકાર્ડ ધારકોને સરકારની ભેટ, ₹428માં મળશે ગેસ સિલિન્ડર!
Bank FD Interest Rate: આ બેંકોએ કરી કમાલ, FD પર આપી રહી છે 9 ટકાથી વધુ વ્યાજ દર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે