Solar eclipse 2023: સૂર્ય ગ્રહણ પર ચમકી જશે આ જાતકોનું ભાગ્ય, થશે માલામાલ!
Solar Eclipse 2023 : વર્ષ 2023નું છેલ્લું સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબરે લાગવાનું છે. સૂર્ય ગ્રહણને કારણે કેટલાક જાતકોને વિશેષ લાભ થશે.
Trending Photos
નવી દિલ્હીઃ જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણ લાગવાની ઘટનાને ખગોળીય ઘટના માનવામાં આવે છે. વર્ષ 2023નું છેલ્લું સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબર શનિવારના દિવસે લાગી રહ્યું છે. સૂર્ય ગ્રહ ન માત્ર વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ગ્રહણ લાગવાને કારણે તેનો પ્રભાવ પણ દરેક 12 રાશિઓ પર જોવા મળે છે. હિન્દુ પંચાગ અનુસાર સૂર્ય ગ્રહણ કન્યા રાશિમાં લાગશે. સૂર્ય ગ્રહણ કન્યા રાશિમાં લાગવાથી કેટલાક જાતકો પર વિશેષ પ્રભાવ જોવા મળી શકે છે. સૂર્ય ગ્રહણથી કેટલાક જાતકોને વિશેષ લાભ થશે.
મેષ રાશિઃ સૂર્ય ગ્રહણ લાગવાથી મેષ રાશિના જાતકોને ખુબ લાભ મળશે. ઘર પરિવારમાં ધાર્મિક કાર્યો થવાની સંભાવના છે. લગ્ન જીવનમાં સુખ વધશે. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને સારૂ પરિણામ મળવાનો પ્રબળ યોગ બની રહ્યો છે. સાથે વાહન સુખમાં વધારો થશે.
મિથુન રાશિઃ મિથુન રાશિના જાતકોની આવકમાં વધારો થવાની શક્યતા છે. તો નોકરી કરી રહેલા જાતકોના કાર્યક્ષેત્રમાં પરિવર્તન થઈ શકે છે. પારિવારિક જીવન સુખી રહેશે. આ દરમિયાન સંપત્તિમાં વધારો થવાનો યોગ બની રહ્યો છે.
સિંહ રાશિઃ સૂર્ય ગ્રહણ લાગવાથી સિંહ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. સુખની પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે. જાતકોના મનમાં શાંતિ તથા પ્રસન્નતાનો ભાવ ઉત્પન્ન થશે.
ધન રાશિઃ સૂર્ય ગ્રહણને કારણે ધન રાશિના જાતકોને ઘણા પ્રકારના લાભ મળવાની સંભાવના છે. જેથી તેના ભવન સુખમાં વધારો થશે. માતા-પિતાનો સહયોગ મળશે. સંતાન સુખની પ્રાપ્તિ થશે અને નોકરીમાં પ્રગતિ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે