રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ 12 સપ્ટેમ્બરે ગુજરાત આવશે, આ તારીખે E-Assembly નું કરશે લોકાર્પણ, જાણો વિગતે
ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 12મી સપ્ટેમ્બરે આવશે ગુજરાત,,, 13 સપ્ટેમ્બર ગુજરાતની ઈ-એસેમ્બલીનું કરશે લોકાર્પણ,,, વિધાનસભામાં કરશે સંબોધન..
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ટૂંક સમયમાં ગુજરાતના પ્રવાસે આવનાર છે. આગામી 12 સપ્ટેમ્બરથી 15મી ગુજરાત વિધાનસભાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 12 સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવશે. રાષ્ટ્રપતિ મુર્મૂ ગુજરાત વિધાનસભાને સંબોધિત કરશે. તેમજ, 13 સપ્ટેમ્બરના રોજ ગુજરાત ની E-Assembly નું કરશે લોકાર્પણ પણ કરશે.
ગુજરાત વિધાનસભાના નિમંત્રણથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત આવી રહ્યા છે. આ સિવાય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ આયુષ્માન ભવઃ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરશે. 15મી વિધાનસભાનુ પ્રથમ ચોમાસુ સત્ર ડિજિટલ e-વિધાન સત્રનો આરંભ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ 12મી સપ્ટેમ્બરને સવારે કરશે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા 15મી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર 13 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે બોલાવવા માટે આહ્વાન કર્યું છે. આ સત્ર ત્રણ દિવસનું ટૂંકુ સત્ર બની રહેશે. ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં બે વિધેયક રજૂ કરવામાં આવશે. એક મેડિકલ યુનિવર્સિટીનું બિલ અને કોમન યુનિવર્સિટીનું બિલ વિધાનસભાના ટેબલ પર રજૂ થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે