Mangalwar ke Upay: બસ 2 મંગળવાર કરો આ ઉપાય, કરજથી મળશે મુક્તિ અને જીવનના દરેક સંકટ થશે દુર

Mangalwar ke Upay: મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિ પર તેમની કૃપા વરસે છે. આજે તમને મંગળવારના કેટલાક આવા ઉપાયો વિશે જણાવીએ જેને અજમાવીને તમે જીવનમાં આવેલી દરેક સમસ્યા અને કરજથી મુક્તિ મેળવી શકો છો.

Mangalwar ke Upay: બસ 2 મંગળવાર કરો આ ઉપાય, કરજથી મળશે મુક્તિ અને જીવનના દરેક સંકટ થશે દુર

Mangalwar ke Upay: હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ અલગ અલગ દેવી દેવતાને સમર્પિત છે. સપ્તાહના દરેક દિવસ અલગ અલગ ભગવાનની પૂજા કરવાથી પૂજાનું બમણું ફળ મળે છે. આવી રીતે મંગળવારનો દિવસ બજરંગ બલીને સમર્પિત ગણાય છે. મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિ પર તેમની કૃપા વરસે છે. આજે તમને મંગળવારના કેટલાક આવા ઉપાયો વિશે જણાવીએ જેને અજમાવીને તમે જીવનમાં આવેલી દરેક સમસ્યા અને કરજથી મુક્તિ મેળવી શકો છો.

પહેલો ઉપાય

મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈને તેમના જમણા ખભા પરથી સિંદૂર લઈને પોતાના કપાળે તિલક કરો. આમ કરવાથી તમે જે કામ કરવા માટે જશો તે નિર્વિઘ્ન પૂર્ણ થશે. આ સિવાય આ દિવસે હનુમાનજીને ચમેલીનું તેલ સિંદૂરમાં મિક્સ કરીને ચડાવો. આમ કરવાથી જીવનમાં આવેલા કષ્ટ દૂર થાય છે.

બીજો ઉપાય

જો તમારી ઉપર કરજ છે અને તમે કરજ ચૂકવી શકતા નથી તો મંગળવારના દિવસે કરજ ચૂકવો. આમ કરવાથી તમારે બીજી વખત કરજ લેવું નહીં પડે. આ સિવાય સાત મંગળવાર સુધી હનુમાનજીના મંદિરમાં જઈને તેમને ગુલાબના ફૂલની માળા અર્પણ કરો આમ કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે. 

ત્રીજો ઉપાય

જો તમે જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો તો મંગળવારના દિવસે માંસ કે મદિરાનું સેવન કરવાનું ટાળો આ સિવાય આ દિવસે કોઇપણ વ્યક્તિ સાથે ઝઘડો ન કરવો. આ દિવસે વાળ કે નખ પણ ન કપાવવા. આમ કરવાથી હનુમાનજી નારાજ થાય છે અને અશુભ પરિણામ ભોગવવા પડે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news