1 દિવસ બાદ ચમકી જશે 5 રાશિના જાતકોનું ભાગ્ય, મે મહિનામાં થશે જબરદસ્ત ફાયદો

May Horoscope Rashi Parivartan Grah Gochar: જ્યોતિશ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનને ખુબ મહત્વનું માનવામાં આવે છે. ગ્રહોના રાશિ પરિવર્તનની દરેક રાશિઓ પર અસર પડે છે. 
 

1 દિવસ બાદ ચમકી જશે 5 રાશિના જાતકોનું ભાગ્ય, મે મહિનામાં થશે જબરદસ્ત ફાયદો

નવી દિલ્હીઃ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનને ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ગ્રહોના રાશિ પરિવર્તનનો દરેક રાશિઓ પર પ્રભાવ પડે છે. મે મહિનામાં શુક્ર, મંગળ, સૂર્ય રાશિ પરિવર્તન કરશે. શનિ માર્ગીથી વક્રી થઈ જશે. બુધ વક્રીથી માર્ગી થઈ જશે. આ ગ્રહોની ચાલ બદલવાથી દરેક 12 રાશિઓ પર પ્રભાવ પડશે. કેટલાક જાતકોને શુભ તો કેટલાક જાતકોને અશુભ ફળની પ્રાપ્તિ થશે. આવો જાણીએ મે મહિનો ક્યા જાતકો માટે કેવો રહેશે. 

મેષ રાશિઃ મેષ રાશિમાં ઉતાર-ચઢાવ રહેશે. સંતાન સુખમાં વૃદ્ધિ થશે. માતાનું સાનિધ્ય મળશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કારોબારમાં વૃદ્ધિ માટે કોઈ મિત્રનો સહયોગ મળી શકે છે. 

વૃષભ રાશિઃ આત્મવિશ્વાસ ભરપૂર રહેશે, પરંતુ મન પરેશાન રહેશે. આત્મ સંયમ રાખો. વાતચીતમાં સંતુલન બનાવી રાખો. ખોટા વાદ-વિવાદથી બચો. સ્વાસ્થ્યની કાળજી રાખો. 

મિથુન રાશિઃ આત્મવિશ્વાસ ભરપૂર રહેશે, પરંતુ આત્મ સંયમ રાખવો. અતિ ઉત્સાહી થવાથી બચો. નોકરીમાં આવક વધશે. ધર્મ પ્રત્યે શ્રદ્ધા ભાવ રહેશે. કારોબારમાં વધારો થશે. નવી તક મળશે. 

કર્ક રાશિઃ આત્મવિશ્વાસ સારો રહેશે. ખોટા ક્રોધથી બચો તથા વાતચીતમાં સંતુલન બનાવી રાખો. પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખર્ચ વધુ રહેશે. પરિશ્ચમ વધુ રહેશે. 

સિંહ રાશિઃ મન અશાંત રહેશે. આત્મવિશ્વાસની કમી રહેશે. સંયમ રાખો. ખોટા ક્રોધથી બચવું. પરિવારમાં શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરો. કોઈ બીજા સ્થળ પર જવાનું થઈ શકે છે. ખર્ચમાં વધારો થશે. 

કન્યા રાશિઃ આત્મ સંયમ રાખો. ખોટા ઝગડાઓથી દૂર રહો. મન પરેશાન રહેશે. કારોબારમાં પરિવર્તનના યોગ બની રહ્યાં છે. કોઈ બીજા સ્થળ પર જવાનું થઈ શકે છે. 

તુલા રાશિઃ મન પ્રસન્ન રહેશે. કોઈ મિત્રનું આગમન થઈ શકે છે. મિત્રના સહયોગથી સંપત્તિમાં રોકાણ કરી શકો છો. પરિવારમાં શાંતિ બનાવી રાખવાનો પ્રયાસ કરો. 

વૃશ્ચિક રાશિઃ મનમાં ઉતાર-ચઢાવ રહેશે. મનમાં નિરાશા તથા અસંતોષ રહેશે. પોતાની ભાવનાઓને વશમાં રાખો. કારોબારી કાર્યોમાં વ્યવ્સતા રહેશે. પરિશ્ચમ વધુ રહેશે. 

ધન રાશિઃ આત્મવિશ્વાસ વધુ રહેશે, પરંતુ અતિ ઉત્સાહી થવાથી બચો. ખોટા ક્રોધથી બચવું જોઈએ. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આવકમાં વધારો થશે. ધર્મ પ્રત્યે શ્રદ્ધાનો ભાવ રહેશે. કારોબારમાં વૃદ્ધિ થશે. 

મકર રાશિઃ આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. શૈક્ષણિક કાર્યોમાં સુખદ પરિણામ મળશે. બૌદ્ધિક કાર્યોમાં વ્યસ્તતા વધશે. માન-સન્માનમાં વધારો થશે. ભાગદોડ વધુ રહેશે. 

કુંભ રાશિઃ મન અશાંત રહી શકે છે. વાતચીતમાં સંતુલન બનાવી રાખો. કારોબારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરિશ્રમ વધુ રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. 

મીન રાશિઃ શૈક્ષણિક કાર્યોમાંમાં વિઘ્ન આવી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. પ્રગતિનો યોગ બની રહ્યો છે. ખર્ચ વધુ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news