ઘરના મંદિરમાં 'રામ દરબાર' સજાવવાનું છે ખુબ મહત્વ, એક તસવીરથી થાય છે અકલ્પનીય લાભ!
ઘરમાં રામાયણનો પાઠ કરવો એ ખુબ કલ્યાણકારી માનવામાં આવે છે. રામાયણનો પાઠ કરવાની સાથે સાથે ઘરના મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો દરબાર લગાવવાનું પણ વિશેષ મહત્વ ગણવામાં આવે છે. ઘરમાં કેમ રામદરબાર રાખવો જોઈએ તેનું કારણ ખાસ જાણો.
Trending Photos
સમગ્ર દેશ હાલ ભગવાન શ્રીરામની ભક્તિમાં ડૂબેલો છે. જે ઘડીની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે આખરે ઢૂંકડી છે. 22 જાન્યુઆરીએ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલા બિરાજમાન થઈ જશે. ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવાય છે. રામાયણ કથામાં કહેવાયું છે કે ભગવાન રામનું જીવન ધર્મ, સત્ય, પ્રેમ, કરુણા, મર્યાદા અને સદાચાર માટે સંપૂર્ણ રીતે સમર્પિત રહ્યું.
ધર્મ અને મર્યાદા માટે તેમણે પોતાના જીવનમાં ક્યારેય કોઈ સમાધાન કર્યું નથી. ભગવાન રામનું જીવન સમાજ સામે એક સંપૂર્ણ આદર્શ જીવન જીવવાનું ઉદાહરણ રજૂ કરે છે. ભગવાન રામના જીવન પર આધારિત રામાયણ ગ્રંથનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. રામાયણ આપણને પણ ભગવાન રામની જેમ એક આદર્શ જીવન જીવવા માટે પ્રેરણા પૂરી પાડે છે. આથી ઘરમાં રામાયણનો પાઠ કરવો એ ખુબ કલ્યાણકારી માનવામાં આવે છે. રામાયણનો પાઠ કરવાની સાથે સાથે ઘરના મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો દરબાર લગાવવાનું પણ વિશેષ મહત્વ ગણવામાં આવે છે. ઘરમાં કેમ રામદરબાર રાખવો જોઈએ તેનું કારણ ખાસ જાણો.
રામ દરબાર કેવી રીતે સજાવવો?
ભગવાન રામના દરબારમાં મુખ્ય ભગવાન શ્રીરામ હોય છે. ભગવાન રામની સાથે તેમના પત્ની માતા સીતા, નાના ભાઈ લક્ષ્મણ, અને પ્રણામની મુદ્રામાં શ્રીરામની સન્મુખ માથું ઝૂકાવીને બેઠેલા ભગવાન બજરંગબલી પણ હોય છે.
ઘરમાં રામ દરબારનું મહત્વ
ધાર્મિક માન્યતા મુજબ ઘરમાં રામ દરબારની સ્થાપના કરવાનું વિશેષ મહત્વ હોય છે. એવું કહેવાય છે કે જે ઘરના મંદિરમાં રામ દરબાર હોય ત્યાં નકારાત્મક શક્તિઓ ટકી શકતી નથી. ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. ઘરમાં રોજ રામ દરબારની પૂજા કરવાથી ઘરના સભ્યોમાં પ્રેમ અને સદભાવની ભાવના જળવાઈ રહે છે.
એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં રામ દરબારની સ્થાપના કરી પૂજા કરવાથી સાધકની કુંડળીમાં રહેલો ગ્રહદોષ પણ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિનો માહોલ જળવાઈ રહે છે અને કહેવાય છે કે મૃત્યુ પછી પણ સાધકને ભગવાન શ્રીરામના ચરણોમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે