Shani Dev: કુંભ રાશિમાં શનિના ઉદય સાથે મેષ સહિત 3 રાશિઓના મુશ્કેલ સમયનો અંત આવશે, પુરા થશે અટકેલા કામ
Shani Dev: જ્યારે પણ શનિની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેની અસર દરેક રાશિને થાય છે. આવી જ રીતે શનિના ઉદય થવાથી પણ કેટલીક રાશિના લોકોને સૌથી વધુ અસર થશે, જો કે આ અસર સારી હશે. 18 માર્ચથી મેષ સહિત ત્રણ રાશિના લોકોનું ભાગ્ય રાતોરાત ચમકી જશે.
Trending Photos
Shani Dev: ન્યાયના દેવતા અને કર્મ અનુસાર ફળ આપનાર શનિદેવ નિશ્ચિત સમય અવધિ પછી રાશિ પરિવર્તન કરે છે. હાલ શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં અસ્ત અવસ્થામાં છે. 11 ફેબ્રુઆરીએ શનિ કુંભ રાશિમાં અસ્ત થયા હતા. હવે શનિદેવનો 18 માર્ચે સવારે 7 કલાક અને 49 મિનિટે ઉદય થશે.
શનિ એક રાશિમાં અઢી વર્ષ સુધી ગોચર કરે છે. એક રાશિમાં ફરીથી તેને આવતા 30 વર્ષનો સમય લાગે છે. આ દ્રષ્ટિએ 30 વર્ષ પછી શનિ કુંભ રાશિમાં ઉદય થશે. જ્યારે પણ શનિની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેની અસર દરેક રાશિને થાય છે. આવી જ રીતે શનિના ઉદય થવાથી પણ કેટલીક રાશિના લોકોને સૌથી વધુ અસર થશે, જો કે આ અસર સારી હશે. 18 માર્ચથી મેષ સહિત ત્રણ રાશિના લોકોનું રાતોરાત ભાગ્ય ચમકી જશે.
શનિના ઉદય થવાથી મેષ, મિથુન, સિંહ રાશિને થશે લાભ
મેષ રાશિ
આ રાશિના 11 માં ભાવમાં શનિનો ઉદય થશે. જેના કારણે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા દૂર થશે. હિત શત્રુઓ કોણ છે તે પણ સામે આવશે. કાર્યક્ષેત્રમાં ચાલી આવતી સમસ્યાઓ દૂર થશે મહેનતનું ફળ મળશે. આર્થિક સ્થિતિ સુધરશે. વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના નવમા ભાવમાં શનિ ઉદિત થશે. આ રાશિના લોકોને દરેક પ્રકારના કષ્ટથી મુક્તિ મળી જશે. અટકેલા કામ ફરીથી શરૂ થશે. અચાનક લાભ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં બઢતી કે બદલી થઈ શકે છે. નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય લાભકારી રહેશે. ભાઈ-બહેન વચ્ચે સંબંધ મજબૂત થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોને શનિ વેપારમાં ખૂબ લાભ કરાવશે. વેપાર વધારવાનું વિચારી રહ્યા છો તો આ સમય સૌથી ઉત્તમ રહેશે. કાર્યક્ષેત્રમાં પણ ઉન્નતિના પ્રબળ યોગ બની રહ્યા છે. જે લોકો પાર્ટનરશીપમાં બિઝનેસ કરે છે તેમના માટે સારો સમય. જીવનસાથીનો સહયોગ મળશે. ધન-ધાન્યમાં વધારો થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે