Rahu Shani Yuti: શનિ-રાહુની યુતિ મચાવશે જબરદસ્ત ઉથલપાથલ, આ 3 રાશિવાળા 2 મહિના સુધી સાચવીને રહેજો

Shani Rahu Yuti 2023: ન્યાયના દેવતા શનિ અને પાપી ગ્રહ રાહુ-કેતુ અશુભ સ્થિતિમાં હોય તો ખુબ કષ્ટ આપે છે. હાલ શનિ પોતાની રાશિ કુભ અને શતભિષા નક્ષત્રમાં છે. શતભિષા નક્ષત્રના સ્વામી રાહુ છે. એ રીતે શનિ અને રાહુની યુતિ બની રહી છે. શનિ 17 ઓક્ટોબર 2023 સુધી શતભિષા નક્ષત્રમાં રહેશે. આમ અશુભ યોગ બની રહ્યો છે.

Rahu Shani Yuti: શનિ-રાહુની યુતિ મચાવશે જબરદસ્ત ઉથલપાથલ, આ 3 રાશિવાળા 2 મહિના સુધી સાચવીને રહેજો

Shani Rahu Yuti 2023: ન્યાયના દેવતા શનિ અને પાપી ગ્રહ રાહુ-કેતુ અશુભ સ્થિતિમાં હોય તો ખુબ કષ્ટ આપે છે. હાલ શનિ પોતાની રાશિ કુભ અને શતભિષા નક્ષત્રમાં છે. શતભિષા નક્ષત્રના સ્વામી રાહુ છે. એ રીતે શનિ અને રાહુની યુતિ બની રહી છે. શનિ 17 ઓક્ટોબર 2023 સુધી શતભિષા નક્ષત્રમાં રહેશે. આમ અશુભ યોગ બની રહ્યો છે. રાહુ અને શનિની યુતિ જ્યોતિષમાં સારી ગણાતી નથી. જ્યારે કેટલીક રાશિઓ માટે આ યોગ ખુબ જ કષ્ટકારી બની રહે છે. આ લોકોને આર્થિક, શારીરિક કષ્ટ પડી શકે છે. તણાવ ઝેલવો પડી શકે છે. શનિ અને રાહુની યુતિ  કઈ રાશિવાળા માટે કષ્ટ આપનારી છે તે જાણો. તેમણે 17 ઓક્ટોબર સુધી થોડું સાચવીને રહેવું પડશે. 

રાહુ અને શનિની યુતિ આ રાશિવાળા માટે બની શકે છે કષ્ટદાયક

કર્ક રાશિ
કર્ક રાશિવાળા માટે શનિ અને રાહુ ખાસ્સો નકારાત્મક પ્રભાવ નાખી શકે છે. આ જાતકોની મુશ્કેલીઓ વધશે. આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. રોકાણ કરવાથી બચો નહીં તો નુકસાન ઉઠાવવું પડી શકે છે. બજેટ બગડી શકે છે. કારણ વગરના ખર્ચા વધી શકે છે. તણાવ થઈ શકે છે. આ સમયગાળો ધૈર્યથી પસાર કરો એ જ સારું રહેશે. 

કન્યા રાશિ
રાહુ અને શનિની યુતિ કન્યા રાશિવાળા માટે સારું ફળ નહીં આપે. આ લોકોએ સાચવીને રહેવાની જરૂર છે. આ રાશિ પર શનિની વાંકી નજર જીવનમાં અનેક સમસ્યાઓ લાવી શકે છે. કોઈ પડકારપૂર્ણ સ્થિતિ બની શકે છે. વધેલા ખર્ચા તમને પરેશાન કરી શકે છે. તમારી આવકમાં ઘટાડો થઈ શકે છે. માનસિક તણાવ ઝેલવો પડી શકે છે. 

કુંભ રાશિ
શનિ અને રાહુની યુતિ કુંભ રાશિવાળા માટે ખુબ મુશ્કેલ સાબિત થઈ શકે છે. આ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. તેમના પર શનિનું રાહુ સાથે યુતિ કરવું એ જીવનમાં સમસ્યાઓ વધારી શકે છે. આ લોકોએ આર્થિક સમસ્યા ઝેલવી પડી શકે છે. વર્કપ્લેસ પર કોઈની સાથે મતભેદ થઈ શકે છે. રોકાણ બિલકુલ ન કરો. વેપારીઓએ પણ સાચવીને નિર્ણય લેવો જોઈએ. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news