પુત્ર જેના પ્રેમમાં હતો એ જ અભિનેત્રીને પકડી પકડીને પપ્પીઓ કરતા હતા પિતા! લટકી ગઈ લવસ્ટોરી

ગદર-2 વખતે ફરી સની દેઓલ અને ડિમ્પલ કાપડિયા કેમ આવ્યાં ચર્ચામાં? જેટલી ચર્ચા ગદર-2ની થઈ રહી છે એટલી જ ચર્ચા સની દેઓલ અને ડિમ્પલ કાપડિયાના અફેરની પણ થઈ રહી છે. ચાલો જાણીએ આખરે શું હતી આ સ્ટાર્સની લવસ્ટોરી....

પુત્ર જેના પ્રેમમાં હતો એ જ અભિનેત્રીને પકડી પકડીને પપ્પીઓ કરતા હતા પિતા! લટકી ગઈ લવસ્ટોરી

-----------

 

Sunny Deol Dimple Kapadia Affair:
હાલ સની દેઓલની ગદર-2 ની ચારેય તરફ ચર્ચા થઈ રહી છે. લગભગ બે દાયકા બાદ ગદરનો પાર્ટ-2 ફરી રૂપેરી પડદા પર રોમાંચ ગજાવવા તૈયાર છે. ત્યારે આ સાથે જ સની દેઓલની વર્ષો પુરાણી લવલાઈફનો વીડિયો પર ફરી ચર્ચામાં આવ્યો છે. આ વીડિયોમાં સની દેઓલ ડિમ્પલ કાપડિયા સાથે જોવા મળી રહ્યો છે. ત્યારે સૌ કોઈને સવાલ એ થાય છેકે, શું આ કલાકારો વચ્ચે હજુ પણ કંઈક છે? એક સમયે બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા છતાંય સની અને ડિમ્પલ કેમ નહોતા કરી શક્યા લગ્ન? આ સવાલનો જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે. 

સની અને ડિમ્પલની કહાની પણ કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. ડિમ્પલ કાપડિયાએ રાજેશ ખન્ના સાથે ખુબ નાની ઉંમરમાં વર્ષ 1973માં જ લગ્ન કરી લીધાં હતાં. લગ્નના 10 વર્ષ બાદ જ બન્ને વર્ષ 1982માં અલગ પણ થઈ ગયા હતાં. ત્યાર પછી વર્ષ 1985માં ડિમ્પલ કાપડિયા સની દેઓલની સાથે મંજિલ મંજિલ અને અર્જૂન ફિલ્મમાં જોવા મળી હતી. વર્ષ 2017માં સની દેઓલ અને ડિમ્પલ કાપડિયાનો એક વીડિયો ફરી એકવાર ચર્ચામાં આવ્યો, જેમાં આ બન્ને કલાકારો એક સાથે દેખાયા હતાં. હાલ સની દેઓલ અને અમિષા પટેલની ગદર-2 ની ચર્ચા વચ્ચે ફરી એકવાર ડિમ્પલ અને સનીનું નામ પણ ચર્ચામાં આવ્યું છે.

ડિમ્પલ કાપડિયાએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે પોતાના જમાનાના લગભગ દરેક મોટા અભિનેતા સાથે સ્ક્રીન શેર કરી છે. પ્રથમ ફિલ્મ બોબી દરમિયાન ડિમ્પલે રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા અને ફિલ્મોથી દૂર થઈ ગઈ. તે 10 વર્ષ પછી ફરી પાછી ફરી. જ્યારે ડિમ્પલ કાપડિયા ફિલ્મોમાં પાછી આવી ત્યારે તેણે તમામ પ્રકારની ફિલ્મો કરી હતી. 

પુત્ર સની દેઓલનું ડિમ્પલ કાપડિયા સાથે અફેર હતું, પિતા ધર્મેન્દ્ર તેની સાથે સ્ક્રીન પર રોમાન્સ કરતા હતા:
ફિલ્મોમાં કમબેક કર્યા બાદ ડિમ્પલ કાપડિયાએ ઘણી વખત પોતાના કરતા ઘણા મોટા કલાકારો સાથે રોમેન્ટિક ભૂમિકાઓ પણ ભજવી હતી. આવા જ એક અભિનેતાનું નામ હતું ધર્મેન્દ્ર. ડિમ્પલે ધર્મેન્દ્ર સાથે દુશ્મન દેવતા, બંટવારા અને સિક્કા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. દુશ્મન દેવતા ફિલ્મમાં ડિમ્પલ અને ધર્મેન્દ્ર વચ્ચે એક કિસિંગ સીન પણ શૂટ કરવામાં આવ્યો હતો. આ સીનને લઈને ઘણી ચર્ચા થઈ હતી. વાસ્તવમાં આ તે સમય હતો જ્યારે ડિમ્પલ કાપડિયાનું નામ ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલ સાથે જોડાયું હતું.

તે સમયના ફિલ્મી મેગેઝીન ડિમ્પલ કાપડિયાના સની દેઓલ સાથેના અફેરના સમાચારોથી ભરેલા હતા. તેમનું અફેર હેડલાઇન્સમાં રહેવાનું કારણ એ હતું કે સની દેઓલ પહેલેથી જ પરિણીત હતા ત્યારે ડિમ્પલ પણ રાજેશ ખન્નાથી છૂટાછેડા લીધા વિના અલગ થઈ ગઈ હતી. સની દેઓલ સાથે ડિમ્પલની ઓનસ્ક્રીન જોડી પણ લોકોને પસંદ આવી હતી. ડિમ્પલ કાપડિયાએ સની દેઓલ સાથે નરસિમ્હા, આગ કા ગોલા, અર્જુન, મંઝિલ મંઝિલ અને ગુનાહ જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેની સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે ડિમ્પલ કાપડિયા બોલિવૂડની એવી કેટલીક અભિનેત્રીઓમાંથી એક છે જેણે પિતા અને પુત્ર બંને સાથે સ્ક્રીન પર રોમાન્સ કર્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news