Shaniwar Ke Upay: શનિવારે કરી લો આ કામ, સાડાસાતી, શનિદોષ અને ઢૈયાની તકલીફોથી મળશે રાહત

Shaniwar Ke Upay: હિંદુ પંચાંગ અનુસાર શનિવારનો દિવસ ખાસ હોય છે. આ દિવસે શનિ દેવની કૃપા પ્રાપ્ત કરવા વિશેષ કામ કરવામાં આવે તો તેનું ફળ તુરંત મળે છે. તેમાં પણ શ્રાવણ મહિનામાં આવતા શનિવારે કરેલા ઉપાયોથી શિવજીની કૃપાથી શનિ સંબંધિત દોષ દુર થઈ જાય છે.

Shaniwar Ke Upay: શનિવારે કરી લો આ કામ, સાડાસાતી, શનિદોષ અને ઢૈયાની તકલીફોથી મળશે રાહત

Shaniwar Ke Upay: શનિવારનો દિવસ શનિદેવની આરાધના કરવા માટે વિશેષ ગણાય છે. તેમાં પણ શ્રાવણ મહિનોમાં આવતો શનિવાર વિશેષ ફળ આપનાર હોય છે. શ્રાવણ મહિનાના શનિવારે જો શિવ પૂજા સહિતના કેટલાક કામ કરવામાં આવે તો શનિ સંબંધિત દોષ, સાડાસાતીની પીડા, ઢૈયાનો પ્રભાવ પણ દૂર થઈ જાય છે. જો કુંડળીમાં શનિ ગ્રહ સંબંધિત કોઈ દોષ હોય તો શનિવારના દિવસે કેટલાક ખાસ કામ કરવા જોઈએ. 

શનિવારે કરેલા કેટલાક સરળ કાર્ય પણ જીવનમાંથી સંકટ દૂર કરી શકે છે. જ્યારે સાડાસાતી ચાલતી હોય અથવા તો ઢૈયાનો પ્રભાવ હોય કે પછી શનિદોષ હોય તો જીવનમાં આર્થિક શારીરિક અને માનસિક સમસ્યાઓ સતત વધે. આ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મેળવવી પણ ખૂબ જ સરળ છે. શ્રાવણ મહિનામાં આવતા શનિવારે જો વિધિ વિધાનથી આ કાર્યો કરી લેવામાં આવે તો શનિ સંબંધિત કષ્ટથી મુક્તિ મળી જાય છે. તો ચાલો તમને જણાવી દઈએ શનિવારે કરવાના કેટલાક ઉપાયો વિશે જે ચમત્કારી ફળ આપે છે.

શનિવારના ઉપાય 

1. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ સંબંધિત દોષ દૂર કરવા હોય તો શિવલિંગ પર જળ અર્પણ કરીને કાળા તલ ચઢાવવા જોઈએ. ત્યાર પછી શિવ ચાલીસાનો પાઠ કરવો. આ ઉપાય કરવાથી શનિના અશુભ પ્રભાવથી બચી શકાય છે. 

2. શનિવારે સરસવના તેલનું દાન કરવું પણ શુભ ગણાય છે. શનિવારે એક વાટકીમાં સરસવનું તેલ લઈ તેમાં પોતાની છાયા જોયા પછી શનિ મંદિરમાં તેને દાન કરી દો. શનિવારના દિવસે ગરીબો અને જરૂરીયાત મંદોને પણ દાન કરી શકાય છે. 

3. શનિવારે શિવલિંગ પર 108 બિલીપત્ર અર્પણ કરો. સાથે જ અડદની દાળ, કાળા જૂતા, કાળા વસ્ત્રનું દાન કરવું. 

4. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ, સમૃદ્ધિ માટે શનિવારના દિવસે કાળા ઘોડાની નાળનો આ ઉપાય કરવો. શનિવારે ઘરના મુખ્ય દરવાજા પર ઘોડાની નાળ લગાવો. આ કામ કરવાથી પરિવારના સભ્યોને દરેક ક્ષેત્રમાં સફળતા મળવા લાગશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news