જો મંદિર ન જઈ શકાતું હોય તો આ 3 'જાદુઈ' શબ્દ અવશ્ય બોલો, શિવજી દરેક ઈચ્છા પૂરી કરશે!

અનેકવાર એવું બને કે કોઈને કોઈ કારણસર ઈચ્છા હોવા છતાં મંદિર જઈ શકાતું નથી. આવામાં તમે એક કામ કરી શકો છો. તેનાથી તમને મંદિર જવા બરાબર ફળ મળશે. શિવ પુરાણમાં તેના વિશે જણાવવામાં આવ્યું છે. 

જો મંદિર ન જઈ શકાતું હોય તો આ 3 'જાદુઈ' શબ્દ અવશ્ય બોલો, શિવજી દરેક ઈચ્છા પૂરી કરશે!

હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. કેટલાક લોકો જીવનમાં અનેક પ્રકારની સમસ્યાથી છૂટકારો મેળવવાની સાથે સાથે સુખ સમૃદ્ધિ માટે દેવી દેવતાઓની પૂજા કરે છે, કોઈ શાંતિ અને આશીર્વાદ માટે ભગવાનને પૂજે છે. ઘરમાં દેવી દેવતાની પૂજા કરવાની સાથે સાથે પોતાના આરાધ્યના મંદિરે પણ જાય છે. મંદિર જવાથી સારા મનોભાવની પેદા થવાની સાથે શરીરમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પણ વધે છે. તમારા વિશ્વાસની શક્તિથી જ સમૃદ્ધિ, સુખ શાંતિ અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે. અનેકવાર એવું બને કે કોઈને કોઈ કારણસર ઈચ્છા હોવા છતાં મંદિર જઈ શકાતું નથી. આવામાં તમે એક કામ કરી શકો છો. તેનાથી તમને મંદિર જવા બરાબર ફળ મળશે. શિવ પુરાણમાં તેના વિશે જણાવવામાં આવ્યું છે. 

બોલો આ 3 શબ્દ
જો તમે કોઈ કારણસર મંદિર જઈને આરાધ્ય ભગવાનના દર્શન કરી ન શકો તો આવામાં જો કોઈ અન્ય વ્યક્તિ શિવજીને જળ ચડાવવા માટે જઈ રહી હોય તો તમે બસ પૂરી શ્રદ્ધાથી 'શ્રી શિવાય નમસ્તુભ્યં' મંત્ર ઉચ્ચારો. શિવપુરાણ મુજબ તમારા દ્વારા બોલવામાં આવેલા આ મંત્ર તે લોટામાં લઈ જવાયેલા જળમાં તરંગ પેદા કરે છે. આવામાં જ્યારે તે વ્યક્તિ મંદિરમાં જઈને જળ ચડાવશે તો તેનું શુભ ફળ તમને પણ જરૂર મળશે. 

ભગવાન શિવના આ મંત્રને જાપ કરવા માત્રથી તમને ફળ મળી શકે છે. આ મંત્રનો અર્થ છે- હે શિવ મારા નમસ્કાર સ્વીકાર કરો. શિવપુરાણ મુજબ આ મંત્રના જાપથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 

 'શ્રી શિવાય નમસ્તુભ્યં' માં શું છે ખાસ?
શિવ મહાપુરાણના 23માં અધ્યાયના 7માં શ્લોમાં શ્રી શિવાય નમસ્તુભ્યં મહામંત્ર વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે. 

શ્રી શિવાય નમસ્તુભયં મુખં વ્યાહરતે યદા
તન્મુખં પાવનં તીર્થમ સર્વપાપવિનાશમ

અર્થ
જે વ્યક્તિ નિયમિત રીતે શ્રી શિવાય નમસ્તુભ્યં મંત્રનો જાપ પોતાના મુખથી કરે તો મુખ પાવન તીર્થો સમાન પવિત્ર થાય છે. આ સાથે જ તેને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. 

શિવ પુરાણ જ નહીં પરંતુ લિંગ પુરાણ, સ્કંદ પુરાણા ઉપરાંત અનેક અન્ય પુરાણોમાં આ મંત્રનો ઉલ્લેખ અને તેના લાભ વિશે જણાવવામાં આવ્યું છે. લિંગ પુરાણ મુજબ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે 33 કોટિ દેવતા પણ આ મંત્રનો જાપ કરે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news