20 દિવસ પહેલા TRP મોલમાં નોકરીએ લાગ્યો, આગકાંડમાં થયું મૃત્યુ, 4 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

રાજટોકમાં ગેમઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં ઘણા પરિવારનો માળો વીખીં નાખ્યો છે. આ દુર્ઘટનામાં જેતપુરનો એક યુવક પણ ભોગ બન્યો છે. 

20 દિવસ પહેલા TRP મોલમાં નોકરીએ લાગ્યો, આગકાંડમાં થયું મૃત્યુ, 4 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

રાજકોટઃ રાજકોટના TRP મોલમાં શનિવારે લાગેલી આગમાં કુલ 28 લોકોના મૃત્યુ થયા છે. આગ એટલી ભયાનક હતી કે મૃતદેહોની ઓળખ કરવા માટે DNA ટેસ્ટ કરાવવામાં આવી રહ્યાં છે. આ દુર્ઘટનામાં વીરપુરનો એક યુવક પણ ભોગ બન્યો છે. જેતપુર તાલુકાના યાત્રાધામ વીરપુરનો જીગ્નેશ ગઢવી નામનો યુવાન 20 દિવસ પહેલા જ TRP ગેમઝોનમાં નોકરીએ ગયો હતો અને આ આગકાંડમાં હોમાયો છે.

મૃતક જીગ્નેશ જ્યારે ગેમીગ ઝોનમાં આગ લાગી ત્યારે અન્ય લોકોને બચાવવા માટે ગયો હતો અને તે સમયે બ્લાસ્ટ થતા તે બહાર આવી શક્યો ન હતો. આ દુર્ઘટનામાં જીગ્નેશનું મૃત્યુ થયું હતું. સાથે જ અગ્નિકાંડમાં તમામ મૃતકોના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા અને જેમ જેમ સેમ્પલ FSL માંથી આવી રહ્યા છે તે મુજબ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. ત્યારે મૃતક જીગ્નેશ ગઢવીનું પણ DNA સેમ્પલ મેચ થતા જીગ્નેશ ગઢવીના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

પરિવારજનો દ્વારા જીગ્નેશ ગઢવીના મૃતદેહને યાત્રાધામ વીરપુર તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. સાથે જ મૃતદેહ ઘરે આવતા જ પરિવાજનોમાં હૈયાફાટ રૂદન અને શોકનો માહોલ છવાયો હતો. પરિવારજનો દ્વારા વીરપુર સ્મશાન ગૃહ ખાતે અંતિમવિધિ કરવામાં આવી હતી. અંતિમવિધિમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે જ મૃતક જીગ્નેશ ગઢવી મૃત્યુથી ચાર બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો હતો. જ્યારે એકના એક પુત્રે પિતાની છત્રછાયા ગુમાવી હતી. સાથે જ આરોપી  વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ પરિવારજનોએ કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news