સોમ અને શંભુ વચ્ચે શું છે સંબંધ? જાણો કેમ સોમવારે શિવપૂજાનું ગણાય છે વિશેષ મહત્ત્વ
Shravan Somvar 2023: સોમનો એક અર્થ સોમરસ થાય છે. સોમરસને દેવો પિતા હતાં. તેને આરોગ્ય માટે સારું અને આયુષ્યવર્ધક માનવામાં આવે છે. જેવી રીતે સોમરસ મનુષ્ય માટે અમૃત હોય છે. તેવી રીતે શિવજી આપણા માટે કલ્યાણકારી દેવ છે, એટલે સોમવારે ભગવાન મહાદેવની ઉપાસના કરવામાં આવે છે.
Trending Photos
Shravan Somvar 2023: પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ચુકી છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. શ્રાવણનો પહેલો સોમવાર હોવાથી આજે વહેલી સવારથી જ શિવમંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. ભગવાન ભોળનાથને રિઝવવા માટે ભાવિકભક્તો ઉપવાસ પણ રાખતા હોય છે. શ્રાવણિયા સોમવારે શિવપૂજા અને ઉપવાસ રાખીને કરવામાં આવેલી આરાધનાથી ભગવાન જલદી પ્રસન્ન થાય છે તેની માન્યતા છે. દરેકના મનમાં એક સવાલ તો જરૂર થતો હશે કે આખરે સોમવારે જ કેમ કરવામાં આવે છે શિવજીની પૂજા? આ ઉપરાંત સોમ અને શિવ વચ્ચે પણ ખાસ સંબંધ રહેલો છે. તેના વિશે પણ જાણીએ...
સોમ અને શિવ વચ્ચે શું છે કનેક્શન?
શું તમે ક્યારેય વિચાર્યુ છે કે ભગવાન શિવની પૂજા સોમવારે જ કેમ થાય છે? ખરેખર, સોમવારને ભગવાન શંકરનો દિવસ કહેવામાં આવ્યો છે. ચંદ્રમાનું બીજું નામ સોમ પણ છે. શિવજીએ ચંદ્રમાને પોતાના માથા પર સ્થાન આપ્યું છે. તેથી સોમવારે શિવદિન તરીકે મનાવવામાં આવે છે.
સોમવારે કરવામાં આવતી શિવ અર્ચના પાછળ બીજું એક કારણ પણ છે. સોમનો બીજો અર્થ સૌમ્ય પણ છે. શિવજી ખૂબ જ સૌમ્ય છે. ભગવાન શિવજીને તેમની સરળતાને કારણે ભોલેનાથના નામથી પણ સંબોધાય છે. એટલે સોમવારે શિવ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
શાસ્ત્ર અને ધર્મના પંડિતો મુજબ, સોમનો એક અર્થ છે- ઉમાની સાથે શિવ. તથા શિવજીની ઉપાસના શક્તિ વિના એટલેકે દેવી વિના પૂરી થતી નથી. એટલે સોમવારને શિવ દિન તરીકે મનાવવામાં આવે છે. જ્યારે સોમનું ઉચ્ચારણ કરવામાં આવે છે ત્યારે ઓમનું પણ ઉચ્ચારણ થાય છે. સોમમાં ઓમ પણ સમાયેલો છે અને શિવ ઓમકાર છે. ઓમમાં સંસારની ઉત્પત્તિ માનવામાં આવે છે. એટલે સોમવારને શિવજીનો દિવસ કહેવામાં આવે છે.
સોમનો એક અર્થ સોમરસ થાય છે. સોમરસને દેવો પિતા હતાં. તેને આરોગ્ય માટે સારું અને આયુષ્યવર્ધક માનવામાં આવે છે. જેવી રીતે સોમરસ મનુષ્ય માટે અમૃત હોય છે. તેવી રીતે શિવજી આપણા માટે કલ્યાણકારી દેવ છે, એટલે સોમવારે ભગવાન મહાદેવની ઉપાસના કરવામાં આવે છે.
સોમનો બીજો એક અર્થ ચંદ્રમા પણ થાય છે અને ચંદ્રમા મનનું પ્રતિક છે. મનની ચેતના અને ચંચળતાને જકડી રાખીને, વશમાં કરી આપણે પરમાત્મા સુધી પહોંચી શકીએ તે માટે મહાદેવની ઉપાસના સોમવારે કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે