આવતીકાલે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ : જાણો ક્યારે અને ક્યાં જોવા મળશે તેનો નજારો
વર્ષ 2019ના પહેલા મહિનામાં 2 ગ્રહણ લાગવાના છે. જેમાં પહેલુ ગ્રહણ જાન્યુઆરીનો પહેલો રવિવાર એટલે કે 6 જાન્યુઆરીએ લાગવાનું છે. આ વર્ષે ત્રણ સૂર્ય ગ્રહણ અને બે ચંદ્રગ્રહણ લાગશે. ઉલ્લેખનીય છે કે, 6 જાન્યુઆરીના રોજ લાગનારું ગ્રહણ આંશિક સૂર્યગ્રહણ હશે, જે ભારતમાં દેખાય નહિ. પંરતુ જો તમે તેને જોવા માંગો છો તો તમારે ઉત્તર-પૂર્વ એશિયા અને પ્રશાંત મહાસાગર તરફ જવું પડશે. ત આ મહિનાની 21મી તારીખે લાગનારું પહેલું પૂર્ણ ચંદ્રગ્રહણ પણ ભારતમાં જોવા નહિ મળે. કેમ કે, ચંદ્ર ગ્રહણના સમયે ભારતમાં દિવસ રહેશે. અને તે સમયે તડકો નીકળેલો હશે.
Trending Photos
નવી દિલ્હી : વર્ષ 2019ના પહેલા મહિનામાં 2 ગ્રહણ લાગવાના છે. જેમાં પહેલુ ગ્રહણ જાન્યુઆરીનો પહેલો રવિવાર એટલે કે 6 જાન્યુઆરીએ લાગવાનું છે. આ વર્ષે ત્રણ સૂર્ય ગ્રહણ અને બે ચંદ્રગ્રહણ લાગશે. ઉલ્લેખનીય છે કે, 6 જાન્યુઆરીના રોજ લાગનારું ગ્રહણ આંશિક સૂર્યગ્રહણ હશે, જે ભારતમાં દેખાય નહિ. પંરતુ જો તમે તેને જોવા માંગો છો તો તમારે ઉત્તર-પૂર્વ એશિયા અને પ્રશાંત મહાસાગર તરફ જવું પડશે. ત આ મહિનાની 21મી તારીખે લાગનારું પહેલું પૂર્ણ ચંદ્રગ્રહણ પણ ભારતમાં જોવા નહિ મળે. કેમ કે, ચંદ્ર ગ્રહણના સમયે ભારતમાં દિવસ રહેશે. અને તે સમયે તડકો નીકળેલો હશે.
શાસ્ત્રો અનુસાર, આ સમય કોઈ પણ શુભ કાર્ય માટે સારો ગણાતો નથી. આવામાં લાગનારા સૂર્ય ગ્રહણને પણ શુભ માનવામાં આવતુ નથી. એવી માન્યતા છે કે, સૂર્ય ગ્રહણના 12 કલાક સૂતક લાગી જાય છે, જે શુભ નથી હોતું. આ કારણે ગ્રહણના 12 કલાક પહેલા જ મંદિરોના કપાટ બંધ કરી દેવાય છે.
શું છે આંશિક સૂર્યગ્રહણ
વૈજ્ઞાનિકોની માહિતી અનુસાર, જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી ચંદ્ર પસાર થાય છે તો સૂર્ય આંશિક કે પૂર્ણ રૂપથી છુપાઈ જાય છે. આ સ્થિતિને સૂર્ય ગ્રહણ કહેવાય છે. હકીકતમાં, પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે. આવામાં જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે, તો તેનાથી પૃથ્વી પર પડનારો સૂર્યનો પડછાયો થોડા સમય માટે ઢંકાઈ જાય છે અને પૃથ્વી સુધી પહોંચી શક્તો નથી.
ક્યાં ક્યાં જોવા મળશે સૂર્ય ગ્રહણ
જો તમે આ વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ જોવા માગો છો, તો તમેરા ઉત્તર પૂર્વીય એશિયા અને પેસિફીક દેશો તરફ જવું પડશે. મતલબ કે, તમારે મોંગોલિયા, કોરિયા, જાપાન, તાઈવાન, ચીન કે રશિયાના પૂર્વીય વિસ્તારોમાં સૂર્ય ગ્રહણ જોવા મળી શકશે. આ ઉપરાંત તમે અમેરિકાના પશ્ચિમી હિસ્સામાં પણ જોઈ શકશો. ભારતીય સમય અનુસાર, અહીંયા 05 વાગીને 4 મિનીટ પર શરૂ થશે, જે સવારે જ 09 વાગીને 18 મિનીટ સુધી પ્રભાવી રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે