લોકો પર છવાયો છે આ SUV નો જાદૂ, ઓક્ટોબર મહિનામાં થયું બમ્પર વેચાણ, તોડી દીધો રેકોર્ડ
Hyundai Cretaની કેબિનમાં 10.25-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સલામતી માટે 6-એરબેગ્સ અને વૉઇસ સક્ષમ પેનોરેમિક સનરૂફ જેવી શ્રેષ્ઠ સુવિધાઓ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ગ્રાહકો વચ્ચે હ્યુન્ડઈ ક્રેટા (Hyundai Creta)સૌથી વધુ પોપુલર એસયુવીમાંથી એક છે. એકવાર ફરી ક્રેટાએ તે સાબિત કર્યું છે. તમને જણાવી દઈએ કે છેલ્લા મહિનામાં એટલે કે ઓક્ટોબર 2024માં હ્યુન્ડાઈ ક્રેટાએ અત્યાર સુધીમાં સૌથી વધુ માસિક કારનું વેચાણ હાંસલ કર્યું છે. ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર, Hyundai Cretaને આ સમયગાળા દરમિયાન કુલ 17,497 નવા ગ્રાહકો મળ્યા છે. અગાઉ, હ્યુન્ડાઈ ક્રેટાએ જુલાઈ મહિનામાં SUVના 17,350 યુનિટ્સનું વેચાણ કરીને સૌથી વધુ માસિક વેચાણ હાંસલ કર્યું હતું. તમને જણાવી દઈએ કે કંપનીએ વર્ષ 2015માં પહેલીવાર ભારતીય માર્કેટમાં Hyundai Creta લોન્ચ કરી હતી. Hyundai Cretaની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્તમાન નાણાકીય વર્ષ એટલે કે 2025ના એપ્રિલ-ઓક્ટોબર વચ્ચે આ SUVને કુલ 1,13,913 નવા ગ્રાહકો મળ્યા છે. ચાલો હ્યુન્ડાઈ ક્રેટાના ફીચર્સ, પાવરટ્રેન અને કિંમત વિશે વિગતવાર જાણીએ.
હ્રુન્ડઈ ક્રેટાની ખાસિયતો
મહત્વનું છે કે કારની લાઇનઅપમાં એક નવું 1.5L-ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 160bhp નો મહત્તમ પાવર અને 253Nm નો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. જ્યારે કારમાં પહેલાથી ગ્રાહકોને 1.5 લીટરનું નેચરલી એસ્પાયરેટિડ પેટ્રોલ એન્જિન મળે છે, જે 115bhp નો મહત્તમ પાવર અને 144Nm નો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. બીજીતરફ કારમાં 1.5 લીટર ડીઝલ એન્જિન પણ આપવામાં આવ્યું છે, જે 116bhp નો મહત્તમ પાવર અને 250Nm નો પીક ટોર્ક જનરેટ કરી શકે છે. ગ્રાહકોને કારના એન્જિનમાં મેનુઅલ અને ઓટોમેટિક, બંને ટ્રાન્સમિશનનો વિકલ્પ મળે છે.
6 એરબેગથી લેસ છે એસયુવી
હ્યુન્ડઈ ક્રેટાના કેબિનમાં 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, નવું 10.25 ઇંચની ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સેફ્ટી માટે છ એરબેગ, વોયસ કેપેબલ પેનોરમિક સનરૂફ, 8-વે પાવર એડજેસ્ટેબલ ડ્રાઇવર સીટ, ફ્રંટ વેન્ટીલેટેડ સીટ અને ડી-કટ સ્ટીયરિંગ વ્હીલ જેવા શાનદાર ફીચર આપવામાં આવ્યા છે. કુલ મળી હ્યુન્ડઈ ક્રેટા ફેસલિફ્ટમાં 70થી વધુ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. ભારતીય માર્કેટમાં હ્યુન્ડઈ ક્રેટાની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 11 લાખ રૂપિયાથી લઈને ટોપ મોડલમાં 20.30 લાખ રૂપિયા સુધી જાય છે. હ્રુન્ડઈ ક્રેટા ફેસલિફ્ટનો માર્કેટમાં મુકાબલો કિયા સેલ્ટોસ, મારૂતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા અને ટોયોટા અર્બન ક્રૂઝરથી થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે