તમારા પાર્ટનર સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનું વિચારી રહ્યાં છો? પહેલા જાણો તેના ફાયદા અને ગેરફાયદા

લગ્ન વિના પાર્ટનર સાથે રહેવાનો ટ્રેન્ડ છે, તેને લિવ-ઇન રિલેશનશિપ પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તે તમારા સંબંધોમાં તિરાડનું કારણ પણ બની શકે છે.
 

તમારા પાર્ટનર સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનું વિચારી રહ્યાં છો? પહેલા જાણો તેના ફાયદા અને ગેરફાયદા

લિવ-ઇન રિલેશનશિપ એક એવી ટર્મ છે જે આજના મોર્ડન સમયમાં ખુબ ટ્રેન્ડમાં છે. તે બે લોકો વચ્ચે એક મ્યૂચલ સેટપણ હોય છે, જેમાં લગ્ન વગર પાર્ટનર સાથે પતિ-પત્નીની જેમ રહે છે. 

કેટલાક લોકો તેને સારૂ ગણાવે છે તો કેટલાક લોકો માને છે કે તેના કારણે યુવા જનરેશન સંબંધોનું મહત્વ ભૂલી રહ્યાં છે. તો આવો જાણીએ શું આવા સંબંધો લાંબા સમય સુધી રહી શકે છે કે નહીં? 

લિવ ઇન રિલેશનશિપમાં રહેવાના ફાયદા

- લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાથી પાર્ટનર એકબીજાને સારી રીતે સમજી શકે છે.

- સાથે રહેવાથી પાર્ટનર એકબીજાની આદતો અને જીવનશૈલી વિશે જાણે છે, જે ભવિષ્યમાં સાથે રહેવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

- જો તમે આ રિલેશનશિપમાં સાથે ખુશ નથી તો તમે સરળતાથી અલગ થઈ શકો છો.

લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાના ગેરફાયદા પણ છે-

- જો તમે લગ્ન વિના સાથે રહેતા હોવ તો થોડા સમય પછી વિશ્વાસની સમસ્યાઓ શરૂ થાય છે.

- આવા સંબંધોમાં વધારે સેલ્ફ લાઈફ હોતી નથી. થોડો મતભેદ પણ સંબંધ તોડી શકે છે.

- મોટાભાગના કપલ્સ તેમના માતા-પિતાને જાણ કર્યા વિના સાથે રહે છે, જેના કારણે ગુનાઓ વધવા લાગ્યા છે.

- આ પ્રકારના સંબંધોમાં જવાબદારીઓ ઘણી ઓછી હોય છે અને અસલામતી ઘણી વધારે હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news