અશ્લીલતા પીરસતી વેબસીરિઝથી ભડક્યા જૈન મુનિ, ડાકુઓ કરતા પણ ભયાનક ગણાવી

Jain Muni In Surat : જૈન મુનિ રત્નસુંદરસૂરિ મહારાજે પોતાના પ્રવચનમાં વેબ સીરીઝની અશ્લીલતા પર પ્રકાશ પાડ્યો. તેઓએ ભરસભામાં કહ્યું કે, ભારતમાં બનતી વેબસીરીઝ પોર્ન વેબસાઈટ કરતા પણ ભયંકર છે
 

અશ્લીલતા પીરસતી વેબસીરિઝથી ભડક્યા જૈન મુનિ, ડાકુઓ કરતા પણ ભયાનક ગણાવી

Surat News : ભારતમાં બનતી વેબ સીરીઝ અશ્લીલતા પીરસી રહી છે. ત્યારે પ્રખ્યાત જૈન મુનિ રત્નસુંદરસૂરિ મહારાજે એક કાર્યક્રમમાં આવી ગંદી વેબ સીરિઝ પ્રત્યે આક્રોશ ઠાલવ્યો છે. સુરતમાં એક કાર્યક્રમ દરમિયાન અશ્લીલતા પીરસતી વેબ સીરિઝ વિશે મહારાજે કહ્યું કે, વેબ સિરીઝ કરતા એક સમયના ડાકુઓ સારા હતા. ત્યારે હાલ જૈન મુનિનું આ પ્રવચન ચર્ચા જગાવી રહ્યું છે. 

જૈન મુનિ રત્નસુંદરસૂરિ મહારાજે પોતાના પ્રવચનમાં વેબ સીરીઝની અશ્લીલતા પર પ્રકાશ પાડ્યો. તેઓએ ભરસભામાં કહ્યું કે, ભારતમાં બનતી વેબસીરીઝ પોર્ન વેબસાઈટ કરતા પણ ભયંકર છે. હું આ સમજી શક્તો નથી, કે તમે આ કેવી રીતે સ્વીકારી શકો છો. એક સમયે બહારવટિયા લોકોની સંપત્તિ લૂંટવા બેસ્યા હતા, પરંતુ તમે તો નાલાયકો બધુ લૂંટવા બેસ્યા છો. 

તેઓએ વેબસીરિઝને ડાકુઓ કરતા પણ સારી હલકી કક્ષાની ગણાવી હતી. તેઓએ આગળ કહ્યું કે, અમારા રૂપિયા ખાલી કર્યા, અમારી પવિત્રતા પણ ખલાસ કરી નાંખી. વેબ સીરિઝના નામે આટલો બધો વિશ્વાસઘાત હોય. અમિતાભ બચ્ચનનો પુત્ર અભિષેક બચ્ચન પણ એવુ કહે છે કે, મારી દીકરી આરાધ્યા સાથે બેસીને ક્યારેય પણ વેબસીરિઝ જોઈ નથી. એક હીરોનો દીકરો ના પાડી દે કે, પરિવાર સાથે બેસીને જોવા જેવી નથી, તો તમે શું કર્યું. આટલી હદે તમારા લોહી ઠંડા પડી ગયા! મારામારી ને તોફાન કરે તો એને કહો તો ખરા કે, આ દેશમાં અમે જીવીએ છીએ. તારી જેમ બધા વેશ્યાના હિમાયતી નથી. બાકી મને ચેન નથી.

તેઓએ આગળ કહ્યું હતું કે, આ સાધુસંહિતા જે તમારા ઘરમાં છે, તે ખલાસ થઈ જશે. અમારા માટે તો બચો. આસમાનમાઁથી સાધુ સંતો નથી આવતા, તમારા ઘરમાંથી જ આવવાના છે. તમારા ઘરની આ યંગ જનરેશન તમને જોઈ જોઈને ખરાબ થાય છે. આવતીકાલે આવા વૈરાગ્ય થશે તો જોખમમાં રહેશે. પરિવાર બચે તો સાધુ સંતો બચશે. પરિવાર ગયો તો અમે પણ ગયા કામથી. 

તેઓએ કહ્યુ હતું કે, ડાકુઓ ફક્ત સંપત્તિ જ લૂંટતા હતા. આ વેબ સિરીઝ તો પૈસા, સંસ્કાર, સંસ્કૃતિ અને પવિત્રતાને ખુલ્લેઆમ લૂંટી રહી છે. અભિવ્યક્તિની આઝાદીના નામે અશ્લીલ સામગ્રી પીરસવામાં આવે છે. તેઓએ કહ્યું કે નગ્નતા અને વ્યભિચારી કન્ટેન્ટ મુદ્દે દેશમાં કોઈ કાયદો નથી. દેશમાં નગ્નતા અને વ્યાભિચાર ફેલાવનારી વિકૃત ગેંગનો સફાયો ક્યારે થશે? અશ્લીલતા ફેલાવનારા કન્ટેન્ટ સામે કડક કાયદો હોવો જોઈએ. તેમ કહી તેઓએ કાયદાની પણ માંગ ઉઠાવી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news