વાસ્તુ ટિપ્સ: સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા કરો આ કામ, દરેક પગલે મળશે સફળતા

સવાર-સવારમાં કરવામાં આવતી દિનચર્યા આપણા જીવન પણ ઘણી અસર પાડે છે. તેથી સવારે ઉઠતાની સાથે એવા કામ કરવા જોઇએ જે દુર્ભાગ્યને સૌભાગ્યમાં ફેરવી દે.

વાસ્તુ ટિપ્સ: સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા કરો આ કામ, દરેક પગલે મળશે સફળતા

Vastu Tips: દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ધનિક બનવા ઇચ્છે છે, પરંતુ ઘણી વખત ખુબ જ મહેનત કરવા છતાં તમને તે સફળતા મળતી નથી જેના તમે હકદાર છો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવાર-સવારમાં કરવામાં આવતા કામ તમારા જીવન પર ઘણા અસર કરે છે. આ દિનચર્યા તમને ધનિક બનાવવાની સાથે જીવનમાં ખુશીઓ પણ લઈને આવે છે. આવો જાણીએ સવાર ઉઠતાની સાથે તમારે સૌથી પહેલા કયા કામ કરવા જોઇએ?

હથેળીઓ જોવી
સવારે ઉઠતાની સાથે સૌથી પહેલા તમારે તમારા બંને હાથની હથેળીઓને ભેગી કરી થોડા સમય તેને જોવી જોઇએ. આ દરમિયાન કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી। કલમૂલે તુ ગોવિંદ: પ્રભાતે કરદર્શનમ્।। મંત્રનો જાપ કરવાથી લાથ થાય છે.

ધરતી માતાને પ્રણામ
સવારે ઉઠતાની સાથે જ ધરતી પર પગ મુક્તા પહેલા ધરતી માતાને હાથથી સ્પર્શ કરી તેમને પ્રણામ કરો. શાસ્ત્રો અનુસાર ધરતીને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે તેમની પૂજા કરવી ખુબ જ લાભકારી માનવામાં આવે છે.

સૂર્યની કરો પૂજા
કહેવામાં આવે છે કે મનુષ્યને સૂર્યોદય પહેલા ઉઠવું જોઇએ અને પછી સ્નાન વગેરે કરી ભગવાન સૂર્યને જળ અર્પણ કરવું જોઇએ. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર આ કરવાથી તમારા શારીરિક અને આર્થિક કષ્ટ દૂર થયા છે.

માતા-પિતાના ચરણ સ્પર્શ
સવારે ઉઠ્યા બાદ માતા-પિતા અને ઘરમાં હાજર તમામ મોટા લોકોના ચરણ સ્પર્શ કરવા જોઇએ. કહેવાય છે કે ધરતી પર માતા-પિતા ભગવાનના રૂપમાં હોય છે અને જો તેમનો આશીર્વાદ મળી જાય તો જીવનમાં કોઈપણ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.

પહેલી રોટલી ગાયને ખવડાવો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રસોડામાં ખાવાનું બનાવતા સમયે સૌથી પહેલા ગાય માટે રોટલી બનાવવી જોઇએ. કહેવામાં આવે છે કે ગાયમાં 36 કરોડ દેવી-દેવતાઓ વાસ કરે છે અને ગાયને રોટલી ખવડાવાથી તમામ દેવી-દેવતાઓને ભોગ અર્પણ થાય છે.

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાજિક તેમજ ધાર્મિક આસ્થાઓ પર આધારીત છે. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી. તેને અપનાવતા પહેલા કોઈ નિષ્ણાતની સલાહ જરૂરથી લો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news