Zodiac Sign: આ રાશિના લોકોની જોડી બને તો રહે છે વિવાદની શક્યતા, અલગ-અલગ સ્વભાવને કારણે....
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલીક રાશિના જાતક એકબીજા માટે સારા હમસફર સાબિત થાય છે, પરંતુ કેટલાક જાતકોનું આપસમાં બનતું નથી અને તે સારા જીવનસાથી બની શકતા નથી.
Trending Photos
Zodiac Sign: જ્યોતિષશાસ્ત્રમાં કોઈ વ્યક્તિની રાશિ દ્વારા તેના સ્વભાવ, વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે જાણકારી મેળવી શકાય છે. આ રીતે કપલ્સની રાશિઓ દ્વારા તેની લવ લાઇફ વિશે પણ માહિતી મેળવી શકાય છે. કેટલાક રાશિના કપલ્સ વચ્ચે આપસમાં તાલમેલ સારો હોય છે, પરંતુ કેટલાક રાશિના કપલ્સ સારા સાબિત થયા નથી. ચાલો જાણીએ કઈ રાશિના કપલ્સ સારા જીવનસાથી બની શકતા નથી.
મેષ-કર્કઃ મેષ રાશિના લોકો પોતાના વિચારોને ખુબ સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે. ઘણીવાર વિચાર્યા વગર કોઈ કામ કરે છે અને દરેક વાતમાં પ્રતિક્રિયા આપવાનું પસંદ કરે છે. પરંતુ કર્ક રાશિના જાતક સેન્સેટિવ અને ઈમોશનલ હોય છે અને બીજાનું ધ્યાન રાખે છે. જેના કારણે આ બંને રાશિના કપલ વચ્ચે તાલમેલ બેસાડવો મુશ્કેલ હોય છે અને તેણે રિલેશનશિપમાં સમસ્યાનો સામનો કરવો પડે છે.
વૃષભ-કુંભઃ વૃષભ રાશિના લોકો ખુબ સરળ અને વ્યાવહારિક હોય છે અને સંબંધમાં સ્થિરતાને મહત્વ આપે છે, પરંતુ કુંભ રાશિના જાતકો નવા અને સ્વતંત્ર વિચારવાળા હોય છે. વૃષભ રાશિવાળા માટે ઘણીવાર કુંભ રાશિને સમજવુ મુશ્કેલ લાગે છે, જ્યારે કુંભ રાશિવાળાને તેમ લાગી શકે છે કે તે પરિવર્તન વિરોધી છે, જેના કારણે બંનેના સંબંધમાં તાલમેલ રહેતો નથી અને સતત ગેરસમજણ વધતી રહે છે અને સંબંધ ખરાબ થાય છે.
મિથુન-કન્યાઃ મિથુન રાશિના લોકો વાતચીત કરનારા હોય છે, પરિસ્થિતિ અનુકૂળ રહે છે અને સામાજિક ગતિવિધિઓમાં ભાગ લેવાનું પસંદ કરે છે, પરંતુ કન્યા રાશિના જાતકો વધુ સોશલ રહેતા નથી. મિથુન રાશિના સંબંધમાં ઉત્સાહ અને જનૂનની શોધ અને કન્યા રાશિની સામાન્ય દિનચર્ચા સંબંધમાં ટકરાવનું કારણ બને છે.
સિંહ-વૃશ્ચિકઃ સિંહ રાશિવાળા કોન્ફિડેન્ટ, પોતાની વાતને વ્યક્ત કરનારા અને લાઇમલાઇટમાં રહેવાનું પસંદ કરે છે, જ્યારે વૃશ્ચિક રાશિના જાતક પોતાની વાતો કોઈ સાથે વધુ શેર કરતા નથી અને સંબંધોના ઊંડાણને સમજે છે. આ બંને રાશિઓનું વ્યક્તિત્વ ઘણીવાર સંબંધોના અહંકારને કારણે મુશ્કેલીનો સામનો કરે છે. સિંહ રાશિને દેખરેખ અને પ્રશંસાની જરૂર હોય છે, જ્યારે વૃશ્ચિક રાશિવાળાને જલન થઈ શકે છે અને તે વધુ પજેસિવ થઈ જાય છે.
(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય અને સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે