IPL: પ્રતિબંધ બાદ પ્રથમવાર આમને-સામને થશે ચેન્નઈ-રાજસ્થાન

બે વર્ષના પ્રતિબંધ બાદ આઈપીએલમાં વાપસી કરી રહેલ ચેન્નઈ સુપક કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ આજે સામ-સામે ટકરાશે. 

IPL: પ્રતિબંધ બાદ પ્રથમવાર આમને-સામને થશે ચેન્નઈ-રાજસ્થાન

પુણેઃ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ શુક્રવારે રાજસ્થાન રોયલ્ય વિરુદ્ધ આઈપીએલની 11મી સીઝનની 17મી મેચમાં જીતની સાથે પોતાના નવા ઘર પુણેમાં સ્વાગત કરવા ઈચ્છશે. રાજનીતિક કારણોથી ચેન્નઈનું ઘરેલુ મેદાન સ્થાળાંતરિત કરવામાં આવ્યું છે. 

ચેન્નઈએ પોતાના અંતિમ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબના હાથે ચાર રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાન પણ પોતાની અંતિમ મેચ કોલકત્તા સામે 7 વિકેટે હારી ગયું હતું. 

બંન્ને ટીમ બે-બે વર્ષના પ્રતિબંધ બાદ લીગની 11મી સીઝનમાં પરત ફરી રહી છે અને આ સીઝનમાં બંન્ને ટીમો પ્રથમ વખત આમને-સામને થશે. લીગનું પ્રથમ ટાઇટલ જીતનારી રાજસ્થાનની ટીમ આ સીઝનમાં ચારમાંથી બે મેચમાં જીત સાથે ચાર અંક લઈને પાચમાં નંબરે છે. ધોનીના નેતૃત્વવાળી ચેન્નઈની ટીમ ચેન્નઈની ટીમ ત્રણમાંથી બે મેચમાં વિજય મેળવીને ચાર અંક સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા નંબરે છે. 

અંજ્કિય રહાણેની આગેવાનીમાં રાજસ્થાને હૈદરાબાદે પ્રથમ મેચમાં 9 વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ દિલ્હી અને બેંગલુરૂ સામે સતત બે મેચમાં વિજય મેળવ્યો. બે વખતની ચેમ્પિયન ચેન્નઈનો પ્રથમ બે મેચમાં વિજય બાદ ત્રીજા મેચમાં પરાજય થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news