ક્રિસ ગેલે આ રીતે માન્યો સહેવાગનો આભાર, બોલ્યો - મારી પસંદગી કરીને તેણે આઈપીએલ બચાવી લીધી

પંજાબે આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં ગુરૂવારે રાત્રે રમાયેલી મેચમાં પૂર્વ ચેમ્પિયન હૈદરાબાદને 15 રને હરાવીને લીગમાં પોતાની ત્રીજી જીત મેળવી હતી. 

 ક્રિસ ગેલે આ રીતે માન્યો સહેવાગનો આભાર, બોલ્યો - મારી પસંદગી કરીને તેણે આઈપીએલ બચાવી લીધી

મોહાલીઃ હૈદરાબાદ વિરુદ્ધ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 11મી સીઝનના મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબની જીતમાં અણનમ સદી ફટકારી મહત્વની ભૂમિકા ભજવનાર ક્રિસ ગેલનું કહેવું છે કે ટીમના મેન્ટર વિરેન્દ્ર સહેવાગે તેને પસંદ કરીને આઈપીએલને બચાવી લીધી. વેબસાઇટ ઈએસપીએન ડોટ કોમના રિપોર્ટ અનુસાર, પંજાબની ટીમના મેન્ટર સહેવાગે આ વર્ષે થયેલી હરાજીની અંતિમ મિનિટોમાં ગેલને પોતાની ટીમમાં સામેલ કર્યો. આ પહેલા થયેલી બે તબક્કાની હરાજીમાં કોઈએ ગેલને ખરીદવામાં રસ દાખવ્યો ન હતો. 

ઉલ્લેખનીય છે કે પંજાબના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં ગુરૂવારે રાત્રે રમાયેલી મેચમાં પૂર્વ ચેમ્પિયન હૈદરાબાદને 15 રને હરાવીને લીગમાં પોતાની ત્રીજી જીત મેળવી. આ મેચમાં ગેલે 104 રનની અણનમ ઈનિંગ રમી હતી. ગેલે મેચ બાદ આપેલા નિવેદનમાં તે વાત પર ભાર આવીને નિરાશા વ્યક્ત કરી તે હરાજીમાં પ્રથમ બે વખત નામ લેવા છતા કોઈ ટીમે તેને ન ખરીદ્યો અને તેને ઘણું દુખ થયું. અંતમાં પંજાબની ટીમે તેને સામેલ કરી લીધો. 

ગેલે કહ્યું, હું હંમેશા પ્રતિબદ્ધ હતો. ઘણા લોકો કહેશે કે ગેલે હજુ ઘણુ સાબિત કરવાનું છે, કારણ કે હરાજીમાં બે વખત જાહેરાત થવા છતા તોઈએ ન ખરીદ્યો. પરંતુ હું તે કહીશ કે સહેવાગે મને પસંદ કરીને આઈપીએલને બચાવી લીધો. 

પંજાબ અને સહેવાગ દ્વારા એક ખેલાડી તરીકે તેની કિંમત સમજવા પર ગેલ ખુબ ખુશ છે અને તેને આશા છે કે સહેવાગની આશા પૂર્ણ કરીશ. 

ગેલે કહ્યું, આઈપીએલની 11મી સીઝનમાં મારા માટે આ સારી શરૂઆત છે. મને સત બે વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. સહેવાગે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ગેલ બે મેચ જીતાવી દેશે તો તેને લાગશે ગેલ પર પૈસા લગાવ્યા તે નિષ્ફળ ન ગયા. હું હવે સહેવાગ સાથે અન્ય લક્ષ્યો પર વાત કરીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news