1983 વિશ્વકપ જીતને 39 વર્ષ પૂરા થયા, દિગ્ગજોએ આ રીતે યાદ કર્યો ઐતિહાસિક દિવસ

આજના દિવસે 39 વર્ષ પહેલા કપિલ દેવની આગેવાનીમાં ભારતીય ટીમે 1983નો વિશ્વકપ જીત્યો હતો. ફાઇનલમાં ભારતે દિગ્ગજ વેસ્ટ ઈન્ડિઝ ટીમને પરાજય આપી ટ્રોફી કબજે કરી હતી. 

1983 વિશ્વકપ જીતને 39 વર્ષ પૂરા થયા, દિગ્ગજોએ આ રીતે યાદ કર્યો ઐતિહાસિક દિવસ

નવી દિલ્હીઃ 25 જૂન 1983ના આજના દિવસે લોર્ડ્સના મેદાન પર ભારતે વિશ્વકપ ફાઇનલમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવી પ્રથમવાર ક્રિકેટ વિશ્વકપની ટ્રોફી પોતાના નામે કરી હતી. ભારતે ફાઇનલમાં દિગ્ગજ વેસ્ટ ઈન્ડિઝ ટીમને 43 રને પરાજય આપ્યો હતો. ભારતની આ ઐતિહાસિક જીતે ઘણા યુવા ખેલાડીઓની સાથે-સાથે ક્રિકેટ ફેન્સના દિલમાં પણ એક ખાસ જગ્યા બનાવી છે. ભારતને વિશ્વકપમાં ચેમ્પિયન બનતું જોઈ ઘણા યુવાનોએ ક્રિકેટમાં પોતાનું કરિયર બનાવવાનું નક્કી કર્યું અને ઘણાને તેમાં સફળતા મળી હતી. 

ટીમ ઈન્ડિયાને પ્રથમવાર વિશ્વ વિજેતા બનતા દિગ્ગજ સચિન તેંડુલકરે પણ જોઈ હતી. પરંતુ તે સમયે તેની ઉંમર માત્ર 10 વર્ષની હતી. સચિને 6 વર્ષ બાદ ભારતીય ટીમમાં જગ્યા બનાવી પોતાના સપનાને સાકાર કર્યું, ત્યારબાદ તે વિશ્વનો સૌથી દિગ્ગજ ક્રિકેટર બન્યો હતો. 

ભારત પ્રથમવાર વિશ્વ વિજેતા બન્યું હતું તેના આજે 39 વર્ષ પૂરા થઈ ગયા છે. આ તકે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે વિશ્વકપ જીતને પોતાના જીવનનો મહત્વનો ભાગ ગણાવ્યો છે. 

સચિને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યુ- જિંદગીમાં કેટલીક ક્ષણ તમને પ્રેરિત કરે છે અને સપના જોવા માટે આશા આપે છે. આજના દિવસે 1983માં આપણે પ્રથમવાર વિશ્વકપ જીત્યો હતો. હું ત્યારે જાણી ગયો હતો કે હું પણ શું કરવા ઈચ્છુ છું. 

— Sachin Tendulkar (@sachin_rt) June 25, 2022

ભારતના દિગ્ગજ વીવીએસ લક્ષ્મણે ટ્વીટ કરી લખ્યું, '1983માં આજના દિવસ હતો જ્યારે દરેક ભારતીયને તે અનુભવ થયો કે સપનાને હકીકતમાં બદલી શકાય છે. એક એવી ક્ષણ જે હંમેશા આપણે ગૌરવનો અનુભવ કરાવશે. હું, ઘણા અન્ય લોકોની જેમ આ જીતથી પ્રેરિત થયો અને એક દિવસ દેશનું પ્રતિનિધિત્વ કરવાનું સપનું જોવા લાગ્યો.'

— VVS Laxman (@VVSLaxman281) June 25, 2022

વીરેન્દ્ર સેહવાગે ટ્વીટ કર્યુ- તારીખમાં શું રાખ્યું છે? 25 જૂન, આ તારીખમાં શરૂઆત રાખી છે. આ એક એવો દિવસ હતો જે દિવસે ભારતે પોતાની યાત્રા શરૂ કરી હતી- 1932માં પ્રથમ ટેસ્ટ રમી અને 51 વર્ષ બાદ 25 જૂન 1983ના કપિલ પાજી અને તેમના યુવકોએ વિશ્વકપ જીત્યો, જે ઘણા ક્રિકેટરો માટે શરૂઆત હતી. 

— Virender Sehwag (@virendersehwag) June 25, 2022

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news