સ્ટિંગમાં દાવો, 15 મોટા મેચોમાં કરવામાં આવ્યું હતું સ્પોટ ફિક્સિંગ
ક્રિકેટ મેચ ફિક્સર્સઃ ધ મુનવ્વર ફાઇલ્સના શીર્ષક હેઠળ રિલીઝ આ ડોક્યૂમેન્ટ્રીમાં દાવો કરવામાં આવ્યો કે, ઈંગ્લેન્ડના ખેલાડીઓએ 7 મેચોમાં, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ 5 મેચોમાં, પાકિસ્તાનના ક્રિકેટરોએ 3 મેચોમાં અને 1 અન્ય દેશના ક્રિકેટરે ફિક્સિંગ કરી હતી.
Trending Photos
મુંબઈઃ આઈસીસીના રડારમાં આવેલા એક કથિત મેચ ફિક્સરે દાવો કર્યો કે તે 15 મોટા ક્રિકેટ મેચમાં 26 તકે મેચ ફિક્સિંગમાં સામેલ રહ્યો. અલ જજીરા દ્વારા રવિવારે જારી એક ઇન્વેસ્ટિગેટિવ ડોક્યૂમેન્ટ્રીમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અનીલ મુનવ્વર નામના એક આરોપીએ 6 ટેસ્ટ, 6 ઈન્ટરનેશનલ વનડે અને 3 વર્લ્ડ ટી20 મેચોમાં ફિક્સિંગ કર્યું જેમાં 2011માં લોર્ડ્સમાં રમાયેલી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ પણ સામેલ છે.
ક્રિકેટ મેચ ફિક્સર્સઃ ધ મુનવ્વર ફાઇલ્સના શીર્ષક હેઠળ રિલીઝ આ ડોક્યૂમેન્ટ્રીમાં દાવો કરવામાં આવ્યો કે, ઈંગ્લેન્ડના ખેલાડીઓએ 7 મેચોમાં, ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ 5 મેચોમાં, પાકિસ્તાનના ક્રિકેટરોએ 3 મેચોમાં અને 1 અન્ય દેશના ક્રિકેટરે ફિક્સિંગ કરી. તેમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં રમાયેલી ટેસ્ટ મેચ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2011માં કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટ મેચ સામેલ છે.
આ સિવાય 2011 વર્લ્ડ કપના 5 મેચોમાં અને 2012ના ટી20 વર્લ્ડ કપના 3 મેચોમાં ફિક્સિંગનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે તે પણ દાવો કરવામાં આવ્યો કે, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 2012માં રમાયેલી 3 ટેસ્ટ મેચોમાં ફિક્સિંગ કરવામાં આવી હતી. અલ જજીરાને ઘણી તેવી ફાઇલ મળી છે જેમાં મુનવ્વરના કોલ રેકોર્ડિંગ સામેલ છે જેમાં તેણે દિનેશ ખંબતને ફોન કર્યો હતો. ખંબત દિનેશ કલગીનો સાથે રહ્યો જેનું 2014માં મોત થઈ ગયું હતું.
કોલ રેકોર્ડિંગમાં પૈસા મોકલવાની વાત
ડોક્યૂમેન્ટ્રીમાં દેખાડવામાં આવ્યું કે, મુનવ્વરે ઈંગ્લેન્ડના એક પ્લેયરને 2011માં કોલ કર્યો અને કહ્યું- એશિઝ માટે શુભેચ્છા. તમારા એકાઉન્ટમાં બાકીની રકમ એક સપ્તાહમાં પહોંચી જશે. તેના જવાબમાં પ્લેયર કહે છે-શાનદાર. પરંતુ જ્યારે આ ક્રિકેટર (જેનું નામ જણાવવામાં આવ્યું નથી)ને પૂછવામાં આવ્યું કે, તેણે ઈન્કાર કરી દીધો અને આ ઓડિયોને ખોટો ગણાવ્યો હતો.
ઉમર અકમલની તસ્વીરો
તેમાં ઉમર અકમલની ડી કંપનાના એક સભ્ય સાથે હોટેલ લોબીમાં મુલાકાત કરતી તસ્વીરો દેખાડવામાં આવી છે જે દુબઈમાં પાકિસ્તાન-ઈંગ્લેન્ટ ટેસ્ટ પહેલાની વાત છે. મહત્વનું છે કે આ વર્ષે જૂનમાં અકમલને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની એન્ટી કરપ્શન યૂનિટે સમન મોકલ્યું હતું જ્યારે તેણે કહ્યું હતું કે 2015 વર્લ્ડ કપ અને હોંગકોંગ સુપર શ્રેણી દરમિયાન મેચ ફિક્સરોએ તેને જાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.
તપાસ કરાવશે આઈસીસી
આઈસીસીની એન્ટી કરપ્શન યૂનિટના જનરલ મેનેજર એલેક્સ માર્શલે કહ્યું કે, ક્રિકેટની આ વૈશ્વિક સંસ્થા મામલાની તપાસ કરાવશે. તેમણે કહ્યું, અમે આ ડોક્યૂમેન્ટ્રીના કનટેન્ટને ફરી જોશું અને દરેક પ્રકારના આરોપોની તપાસ કરાવવામાં આવશે. અમારી પાસે રમતમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવા માટે પહેલાથી વધુ સંસાધન છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ઈસીબીએ આરોપોને નકાર્યા
ઈસીબીના એક પ્રવક્તાએ કહ્યું, ઈસીબી ભ્રષ્ટાચાર વિરોધી અને ક્રિકેટની અખંડતાને ખૂબ ગંભીરતા સાથે બચાવવા પોતાની જવાબદારી લે છે. જ્યારે અલ જજીરા દ્વારા અમને આપવામાં આવેલી સીમિત જાણકારી ખરાબ રીતે તૈયાર કરવામાં આવી છે અને તેમાં સ્પષ્ટતા અને ખાતરીની કમી છે, તેનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં આવવું જોઈએ. અમને અમારા વર્તમાન અને પૂર્વ ક્રિકેટરો પર વિશ્વાસ છે. અમે હંમેશા આઈસીસીના એન્ટી કરપ્શન યૂનિટની સાથે મળીને કામ કર્યું છે અને તેને સહયોગ આપ્યો છે અને અમે પીસીએ સાથે મળીને કામ કરી રહ્યાં છીએ.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ખેલમાં ભ્રષ્ટાચાર લાવનારની સાથે હંમેશા આકરો વ્યવહાર કરે છે. જો અમને લાગે છે કે કંઈલ અયોગ્ય અને ખોટુ છે, તો અમે તેની વિરુદ્ધ પગલા ભરીએ છીએ. પરંતુ અમને લાગતું નથી કે અલ જરીરાનો રિપોર્ટ યોગ્ય છે. અમને અમારા ખેલાડીઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે, અને અમે આ માટે અમે અમારી એન્ટી કરપ્શન યૂનિટ એસીએની સાથે મળીને કામ કરી રહ્યાં છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે