એશિયા કપઃ અફઘાનિસ્તાને ટીમ કરી જાહેર, ચાર સ્પિનરોનો સમાવેશ
એશિયા કપ વનડે ટૂર્નામેન્ટ 15 સપ્ટેમ્બરથી રમાશે. ટૂર્નામેન્ટની મેચ દુબઈ અને અબુધાબીમાં યોજાશે. ઉદ્ઘાટન મુકાબલામાં શ્રીલંકાનો સામનો બાંગ્લાદેશ સામે થશે.
Trending Photos
કાબુલઃ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે એશિયા કપ માટે પોતાની ટીમમાં ચાર સ્પિન બોલરોને સામેલ કર્યા છે. અફઘાનિસ્તાનની ટીમમાં સામેલ ચાર સ્પિનર રાશિદ ખાન, મુજીબ ઉર રહમાન, મોહમ્મદ નબી અને શરાફુદ્દીન અશરફ છે.
બોર્ડે સંયુક્ત અરબ અમીરાતમાં 15 સપ્ટેમ્બરથી શરૂ ખનારા એશિયા કપ માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જેની કમાન અસગર અફગાનને સોંપવામાં આવી છે.
શરાફુદ્દીને અત્યાર સુધી પોતાના કેરિયરમાં અફઘાનિસ્તાન માટે 14 વનડે મેચ રમ્યા છે. તેણે અંતિમ મેચ આ વર્ષે માર્ચમાં વિશ્વકપ ક્વોલિફાયરમાં રમી હતી. આ સિવાય તેણે 6 ટી-20 મેચ પણ રમી હતી.
મુનીર અહમદ નવો ખેલાડી છે, જેને અફઘાનિસ્તાન ટીમમાં જગ્યા મળી છે. પરંતુ આ ટીમમાં ફાસ્ટ બોલર દૌલત જાદરાન સામેલ નથી.
Afghanistan's squad for the upcoming Asia Cup in UAE.#AsiaCup2018 pic.twitter.com/hQD1qTSUm3
— Afghan Cricket Board (@ACBofficials) September 2, 2018
મુનીરને પ્રથમવાર રાષ્ટ્રીય ટીમમાં જગ્યા મળી છે. તેણે મોહમ્મદ શહજાદ બાદ બીજા વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
ટીમઃ અસગર અફગાન (કેપ્ટન), મોહમ્મદ શહજાદ (વિકેટકીપર), ઇશાનુલ્લાહ જનાત, જાવેદ અહમદી, રહમત શાહ, હસમતુલ્લાહ શહીદી, મોહમ્મદ નબી, ગુલબદિન નાઇબ, રાશિદ ખાન, નજીબુલ્લાહ જાદરાન, મુજીબ ઉર રહમાન, આફતાબ આલમ, સમીઉલ્લાહ શેનવારી, મુનીર અહમદ (વિકેટકીપર), સૈય્યદ શિરજાદ, વફાદાર, શરાફુદ્દીન અશરફ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે