Raj Kundra ની ધરપકડ બાદ ફસાયો અજિંક્ય રહાણે, સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાના પર ભારતીય ક્રિકેટર

રાજ કુન્દ્રા પર અશ્વિલ વીડિયો રેકોર્ડ કરવા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ રાજ કુન્દ્રા અને રહાણેનું જૂનુ ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. 

Raj Kundra ની ધરપકડ બાદ ફસાયો અજિંક્ય રહાણે, સોશિયલ મીડિયા પર ટ્રોલર્સના નિશાના પર ભારતીય ક્રિકેટર

નવી દિલ્હીઃ બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ના પતિ રાજ કુન્દ્રા  (Raj Kundra) પર ઘણા ગંભીર આરોપ લાગ્યા છે. તેની અશ્લીલ ફિલ્મ બનાવવાના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ સોશિયલ મીડિયા પર ગુસ્સો જોવા મળી રહ્યો છે. એક તરફ લોકો મીમ્સ બનાવી રહ્યાં છે તો બીજીતરફ રાજના જૂના ટ્વીટ પણ વાયરલ થઈ રહ્યાં છે. આ વચ્ચે ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે ટ્રોલર્સના નિશાના પર આવી ગયો છે.

પોર્ન ફિલ્મ બનાવવાના મામલામાં ફસાયો
રાજ કુન્દ્રા 2021માં ફરી વિવાદોમાં છે. રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મ બનાવવા મામલે ધરપકડ થઈ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેના પર અશ્લીલ વીડિયો રેકોર્ડ કરતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 

રહાણે અને રાજ કુન્દ્રાના ટ્વીટ્સ વાયરલ
આ વચ્ચે અજિંક્ય રહાણે  (Ajinkya Rahane) નું એક જૂનુ ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. હકીકતમાં રહાણેએ 19 ઓક્ટોબર કુન્દ્રાને ટેગ કરતા ટ્વીટ કર્યુ જેમાં લખ્યુ હતુ- સર તમે સારૂ કામ કરી રહ્યા છો, જેનો જવાબ આપતા રાજ કુન્દ્રાએ કહ્યુ હતુ, આભાર, તમે જરૂર આવો અને લાઇવ જુઓ. રહાણેએ ત્યારબાદ લખ્યુ- હા હું જરૂર આવીશ.

રાજ કુન્દ્રાની ધરપકડ બાદ ટ્રોલર્સે રહાણેને નિશાન બનાવવાનું શરૂ કરી દીધુ છે. મહત્વનું છે કે 2012માં તેણે રાજ કુન્દ્રાના કોઈ કામની પ્રશંસા કરી હતી. તે સમયે કુન્દ્રા આઈપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સનો સહ માલિક હતો. 

— KIZIE #JusticeForSushantSinghRajput (@Sushantify) July 20, 2021

— KIZIE #JusticeForSushantSinghRajput (@Sushantify) July 20, 2021

— N I T I N (@theNitinWalke) July 19, 2021

— Mastishhk22 (@mastishhk22) July 20, 2021

— sudhanshu` (@whoshud) July 19, 2021

IPL માં રાજ કુન્દ્રા પર લાગ્યો છે પ્રતિબંધ
આઈપીએલમાં સૌથી મોટો વિવાદ 2013માં થયો. સ્પોટ ફિક્સિંગને કારણે આઈપીએલ પર મોટો દાગ લાગ્યો હતો. બીસીસીઆઈએ ત્રણ ખેલાડી વિરુદ્ધ કાર્યવાહી કરતા તેના પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો હતો. આ ખેલાડી એસ શ્રીસંત, અંકિત ચવ્હાણ અને અજીત ચંડિલા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news