IPL 2022: આઈપીએલની નવી બે ટીમોની જાહેરાત, અમદાવાદ અને લખનઉએ મારી બાજી


બીસીસીઆઈએ આઈપીએલની નવી બે ટીમોની જાહેરાત કરી દીધી છે. 

IPL 2022: આઈપીએલની નવી બે ટીમોની જાહેરાત, અમદાવાદ અને લખનઉએ મારી બાજી

દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી બે ટીમની જાહેરાત થઈ ગઈ છે. અમદાવાદ અને લખનઉ બે શહેરોની એન્ટ્રી આઈપીએલમાં થઈ ગઈ છે. અમદાવાદની ટીમને 5625 કરોડમાં સીવીસી કેપિટલ પાર્ટનર્સે અમદાવાદની ટીમ ખરીદી છે. તો લખનઉની ટીમની બિડ RPSG ગ્રુપે 7090 કરોડમાં ખરીદી છે. 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલની આગામી સીઝનમાં વધુ બે ટીમ સામે કરવાનો નિર્ણય કર્યો હતો. તે માટે બિડ મંગાવવામાં આવી હતી. અનેક કંપનીઓએ બિડ ભરી હતી. અમદાવાદની ટીમ ખરીદવા માટે અદાણી ગ્રુપ પણ સૌથી આગળ હતું. પરંતુ અંતે અમેરિકી સ્થિતસીવીસી કેપિટલ પાર્ટનર્સને અમદાવાદની ટીમ મળી છે. તો RPSG ગ્રુપ જે આ પહેલા આઈપીએલમાં પુણે સુપરજાયન્ટ્સનું સંચાલન કરી ચુક્યું છે તેણે લખનઉની ટીમ ખરીદી છે. 

હવે 10 ટીમો વચ્ચે જંગ
આઈપીએલમાં આગામી વર્ષથી હવે આઈપીએલમાં 10 ટીમ જોવા મળશે. આ પહેલા પણ 2011ની સીઝનમાં 10 ટીમ રમી ચુકી છે. હવે આઈપીએલમાં મેચોની સંખ્યા પણ વધવાની છે. બીસીસીઆઈ આગામી દિવસોમાં હરાજીની જાહેરાત કરશે. આ સાથે કઈ ટીમ કેટલા ખેલાડીઓ રિટેન કરી શકે તેની પણ જાહેરાત થવાની છે. 

આગામી વર્ષે મેગા ઓક્શન યોજાશે
આગામી વર્ષે IPL 2022ની શરૂઆત પહેલાં મેગા ઓક્શન યોજાવાની છે. આ હરાજી પહેલા આઈપીએલની તમામ ટીમો પોતાની સાથે માત્ર 3 ખેલાડીઓને જ રાખી શકશે. આવી સ્થિતિમાં તમામ ટીમોમાં કેટલાક મોટા ફેરફાર જોવા મળી શકે છે. મહેન્દ્ર સિંહ ધોનીની CSK હોય, રોહિત શર્માની મુંબઈ હોય કે વિરાટની RCB, તમામ ટીમો નવા ખેલાડીઓથી ભરેલી હશે અને તે પણ સંપૂર્ણપણે બદલાયેલી દેખાશે.

CSK એ 2021 નું ટાઇટલ જીત્યું
ધોનીની કપ્તાનીમાં CSKએ 2021 સીઝનનો ખિતાબ જીત્યો હતો. CSK ની આ એકંદર ચોથી IPL ટ્રોફી હતી. આ પહેલા CSK 2010, 2011 અને 2018માં IPL ટાઈટલ જીતી ચૂકી છે. CSK સિવાય રોહિત શર્માની મુંબઈએ 5 વખત IPL ટાઈટલ જીત્યું છે. બીજી તરફ KKRએ 2 અને સનરાઇઝર્સ હૈદરાબાદે એક વખત IPL ટાઇટલ જીત્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news