Local Boy Akshar Patel નો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તરખાટ, અમદાવાદ ટેસ્ટમાં ઝડપી 11 વિકેટ
ઇંગ્લેન્ડની સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝ ભારતીય સ્પિનર અક્ષર પટેલ માટે યાદગાર સાબિત થઈ રહી છે. ચેન્નાઈમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર આ બોલરે પોતાની બીજી મેચમાં 11 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો છે
Trending Photos
નવી દિલ્હી: ઇંગ્લેન્ડની (India vs Englend) સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝ ભારતીય સ્પિનર અક્ષર પટેલ (Akshar Patel) માટે યાદગાર સાબિત થઈ રહી છે. ચેન્નાઈમાં રમાયેલી બીજી ટેસ્ટમાં (Test Match) ડેબ્યૂ કરનાર આ બોલરે પોતાની બીજી મેચમાં 11 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો છે. અમદાવાદ ટેસ્ટમાં (Ahmedabad Test Match) ઇંગ્લેન્ડના બેસ્ટમેન અક્ષરે ખુબ નચાવ્યા. બંને ઇનિંગ્સમાં આ સ્પિનરે પ્રથમ બોલ પર જ વિકેટ ઝડપી પાડી હતી.
અક્ષર પટેલ (Akshar Patel) પોતાના ઘરેલું મેદાન પર રમવા ઉતર્યો અને તને યાદગાર બનાવી. દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) પર પ્રથમ ઇન્ટરનેશનલ મેચમાં (International Match) લોકલ બોયે 11 વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો છે. માત્ર બીજી જ મેચમાં આ કરનાર અક્ષર ગણતરીના બોલરોમાં સામેલ થઇ ગયો છે. પ્રથમ ઇનિંગ્સમાં અક્ષરે (Akshar Patel) 6 વિકેટ ઝડપી હતી અને ઇંગ્લેન્ડની આખી ટીમને માત્ર 112 રન પર ઓલઆઉટ કરી હતી.
આ પણ વાંચો:- IND vs ENG: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અશ્વિને બનાવ્યો રેકોર્ડ, ટેસ્ટ ક્રિકેટમાં પૂરી કરી 400 વિકેટ
અક્ષરે મેચમાં ઝડપી 11 વિકેટ
પ્રથમ ઇનિંગમાં 21.4 ઓવરની બોલિંગ કરી 38 રન આપી 6 વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિંગમાં પોતાની ઓવરની પ્રથમ બોલ પર અક્ષરે (Akshar Patel) જોની બેયરસ્ટોને શૂન્ય પર આઉટ કર્યો હતો. બીજી ઇનિંગમાં તેણે ઓવરના પ્રથમ બોલ પર જેક ક્રાઉલને બોલ્ડ કર્યો છે. ત્યારબાદ અક્ષરે બેયરસ્ટો અને સિબ્લેને પેવેલિયન પરત મોકલ્યા છે. કેપ્ટન જો રૂટની વિકેટ ઝડપવાની સાથે એક મેચમાં 11 વિકેટ ઝડપી કમાલ કર્યો છે.
રવીન્દ્ર જાડેજાની જગ્યા મળી અક્ષરને
ઇગ્લેન્ડની સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં ઓલરાઉન્ડ રવીન્દ્ર જાડેજાને ઇજા થઈ હોવાથી અક્ષરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ મેચ પહેલા તે ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. બીજી મેચમાં ફિટ પરત ફરીને તેણે બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી અને ટીમને વિજય અપાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે