આર્ચર દીપિકા કુમારીએ પસંદ કર્યો પોતાનો જીવનસાથી, 10 ડિસેમ્બરે કરશે સગાઈ
તીરંદાજ દીપિકા કુમારી 10 ડિસેમ્બરે સગાઈ કર્યા બાદ આગામી વર્ષે લગ્ન કરશે.
Trending Photos
રાંચીઃ રાંચીની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આર્ચર દીપિકા કુમારીની સગાઈ 10 ડિસેમ્બરે થઈ રહી છે. દીપિકાએ પોતાના સપનાના રાજકુમાર તરીકે આર્ચર અતનુ દાસને પસંદ કર્યો છે. આ બંન્નેની સગાઈ 10 ડિસેમ્બર તેના રાતૂ સ્થિત નિવાસ્થાને થશે. પરંતુ લગ્નમાં હજુ થોડો સમય લાગશે. દીપિકા-અતનુના લગ્ન 2019ના નવેમ્બર-ડિસેમ્બરમાં થશે.
અતનુ દાસે કહ્યું કે, હજુ ઓલમ્પિકનો ક્વોલિફિકેશન રાઉન્ડ શરૂ થવાનો છે, આ સાથે અન્ય સ્પર્ધાઓ પણ છે, તેથી અમે આગામી વર્ષે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. અતનુએ સ્પોર્ટસ્ટારની સાથે વાતચીતમાં કહ્યું કે, આ વર્ષે દુર્ગાપૂજાના અવસરે બંન્નેએ પોતાના માતા-પિતાની સાથે અમારા સંબંધો વિશે વાત કરી અને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
દીપિકા અને અતનુની મુલાકાત કોલકત્તામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કેમ્પમાં થઈ હતી. બંન્નેએ સાથે વર્લ્ડ કપ મેચ દરમિયાન ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ બંન્નેએ સાથે બીજી ઘણી સ્પર્ધાઓ જીતી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે