ક્રિકેટ ફેન્સને જોવા નહીં મળે ભારત-પાકની ટક્કર, કોરોનાને કારણે Asia Cup 2021 રદ્દ
પાકિસ્તાનના સ્થાને શ્રીલંકામાં યોજાનાર એશિયા કપ (Asia Cup) ટૂર્નામેન્ટ કોરોનાને કારણે બુધવારે રદ્દ કરી દેવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરને કારણે ભારતમાં સ્થિતિ ખરાબ છે. આવો માહોલ હવે ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં પણ છે. શ્રીલંકામાં વધી રહેલા કોરોના વાયરસને કારણે ક્રિકેટ ફેન્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે.
એશિયા કપ રદ્દ
મહત્વનું છે કે પાકિસ્તાનની જગ્યાએ શ્રીલંકામાં રમાનાર એશિયા કપ (Asia Cup) કોરોના મહામારીને કારણે બુધવારે રદ્દ કરી દેવામાં આવ્યો છે. આખરે 2018માં રમાયેલ એશિયા કપનું આયોજન આ વર્ષે જૂનમાં થવાનું હતું પરંતુ શ્રીલંકા ક્રિકેટ બોર્ડના સીઈઓ એશલે ડિસિલ્વાએ તેની જાહેરાત કરી કે તેમના માટે ટૂર્નામેન્ટનું આયોજન મુશ્કેલ છે.
આ પણ વાંચોઃ પૂર્વ દિગ્ગજની ભવિષ્યવાણી, ભારત નહીં જીતી શકે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ, જણાવ્યું કારણ
ડિસિલ્વાએ કહ્યુ- હાલની સ્થિતિને જોતા જૂનમાં આ ટૂર્નામેન્ટ યોજાઈ શકે નહીં. તેમણે આગળ કહ્યુ- ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં યોજાવાની હતી પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય તણાવને કારણે ભારતીય ટીમનું ત્યાં જવુ સંભવ ન હોવાને કારણે તેને શ્રીલંકામાં આયોજીત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
હવે આ ટૂર્નામેન્ટનું આયોજન એક લાંબા સમય બાદ થઈ શકશે. તેમણે કહ્યું કે, હવે આ ટૂર્નામેન્ટ 2023ના વનડે વિશ્વકપ બાદ સંભવ થઈ શકશે. પરંતુ હજુ બીસીસીઆઈના સચિવ જય શાહની અધ્યક્ષતાવાળી એશિયન ક્રિકેટ કાઉન્સિલે તેની ઔપચારિક જાહેરાત કરી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે