એશિયન ગેમ્સ 2018: અપૂર્વી અને રવીએ ભારતને અપાવ્યો ફસ્ટ મેડલ, શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ
ભારતીય નિશાનેબાજ અપૂર્વી ચંદેલા અને રવિ કુમારે શુંટિંગની 10 મીટર એર રાઈફલના મિક્સ ટીમની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ તેમના નામે કર્યો છે
Trending Photos
જકાર્તા: ભારતીય નિશાનેબાજ અપૂર્વી ચંદેલા અને રવિ કુમારે 18માં એશિયન ગેમ્સમાં પ્રથમ મેડલ હાંસલ કર્યો છે. બન્ને ખેલાડીઓએ રવિવારે શુંટિંગની 10 મીટર એર રાઈફલના મિક્સ ટીમની સ્પર્ધામાં બ્રોન્સ મેડલ તેમના નામે કર્યો છે. આ પહેલા મનુ ભાકર અને અભિષેક વર્માની જોડીએ 10 મીટર એર રાઈફલના મિક્સ ટીમની સ્પર્ધામાં ભાગ લીધો પરંતુ ફાઈનલમાં ક્વોલિફાય થઇ શક્યા નથી.
તાઇવાન અને ચીનની જાડીથી પાછળ રહ્યાં ભારતીય શૂટર
અપૂર્વી અને રવિની જોડીએ 10 મીટર એયર રાઇફલ મિક્સ ટીમની ફાઇનલમાં તાઇવાન અને ચીનની જોડીઓથી પાછળ રહી છે. તાઇવાનની જોડીએ 494.1 અંક સાથે ગોલ્ડ જીત્યા. જ્યારે ચીને 492.5 અંક સાથે સિલ્વર મેડલ તેમના નામે કર્યો છે. ભારતીય જોડીએ 429.9 અંક સાથે ત્રીજા નંબર આવી છે. આ રીતે તેમણે બ્રોન્ઝ મેડલ મળ્યો છે.
#India's 1st medal at the #AsianGames2018 comes from our 10m air rifle mixed team -@apurvichandela and Ravi Kumar!
Many congratulations to them for grabbing a🥉! 👏🏻👏🏻
Great show, team! #IndiaAtAsianGames #TeamIndia #Shooting @OfficialNRAI @ISSF_Shooting #SAI🇮🇳 pic.twitter.com/uomiLy0DsE
— SAIMedia (@Media_SAI) August 19, 2018
ટોપ પર રહેતું કોરીયા ચોથા સ્થાને ફેંકાયુ
ભારતીય ટીમને આ સ્પર્ધામાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજું સ્થાન હાંસલ કર્યું હતું. તેમાં તેઓએ 835.3 અંક પ્રાપ્ત કર્યા હતા. ફાઇનલમાં ટોપ-5 ટીમોને ફાઇનલમાં ક્વોલિફાય કર્યા. ક્વોલિફિકેશન રાઉન્ડમાં પ્રથમ નંબર પર રહેતું દક્ષિણ કોરિયા (836.7) ચોથા નંબર પર આવી ગયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે