એશિયાડમાં પીવી સિંધુનો રેકોર્ડ, 56 વર્ષમાં પ્રથમવાર ભારતને અપાવ્યો સિલ્વર

પીવી સિંધુને મહિલા સિંગલ્સની સ્પર્ધાના ફાઇનલમાં હાર મળી અને આ કારણે તેણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. પરંતુ આ મેડલની સાથે તેણે ઈતિહાસ રચ્યો છે. 
 

 એશિયાડમાં પીવી સિંધુનો રેકોર્ડ, 56 વર્ષમાં પ્રથમવાર ભારતને અપાવ્યો સિલ્વર

જકાર્તાઃ આખરે 18મી એશિયન ગેમ્સમાં ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ હારીને પણ ઈતિહાસ રચી દીધો છે. તે મહિલા સિંગલ્સના ફાઇનલમાં વર્લ્ડ નંબર-1 ચીની તાઇપેની તાઈ જુ યિંગનો પડકાર ધ્વસ્ત ન કરી શકી. સિંધુ એશિયન ગેમ્સમાં બેડમિન્ટના 56 વર્ષના ઈતિહાસમાં સિલ્વર મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. એશિયન ગેમ્સમાં 1962માં બેડમિન્ટનને સામેલ કરવામાં આવ્યું છે. 

મંગળવારે જકાર્તામાં 23 વર્ષની વર્લ્ડ નંબર-3 સિંધુ ફોર્મમાં ન દેખાઈ. ભારતીય ખેલાડીને રેન્કિંગમાં દુનિયાની સર્વશ્રેષ્ઠ શટલરે માત્ર 34 મિનિટમાં 13-21, 16-21થી પરાજય આપ્યો હતો. સિંધુનો યિંગના હાથે સતત છે મેચમાં પરાજય થયો છે, જેનાથી યિંગના પક્ષમાં રેકોર્ડ 3-10 થઈ ગયા. એટલે કે બંન્ને વચ્ચે આ 13મો મુકાબલો હતો, જેમાંથી યિંગે 10મી વખત જીત મેળવી છે. 

મહિલા સિંગલ્સ ફાઇલઃ સિંધુ (સિલ્વર), તાઈ જુ યિંગ (ગોલ્ડ) અને સાઇના (બ્રોન્ઝ)
એશિયન ગેમ્સના બેડમિન્ટનના ઈતિહાસમાં ભારતના કુલ મેડલોની સંખ્યા (10)માં પ્રથમ સિલ્વર મેડ સામેલ થયો અને ગોલ્ડનો ઈંતજાર લાંબો થઈ ગયો છે. સાઇના નેહવાલે સોમવારે મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં હારીને ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો. 

ક્યારે-ક્યારે એશિયન ગેમ્સમાં મેડલ મળ્યા છે

1. મહિલા સિંગલ્સઃ સિલ્વર મેડલ- પીવી સિંધુને 2018માં (જકાર્તા)

2. મહિલા સિંગલ્સઃ બ્રોન્ઝ મેડલ- સાઇના નેહવાલને 2018માં (જકાર્તા)

3. પુરૂષ સિંગલ્સઃ બ્રોન્ઝ મેડવ- સૈયદ મોદીને 1982માં (દિલ્હી)

4. પુરૂષ ડબલ્સઃ બ્રોન્ઝ મેડલ- લેરોય અને પ્રદીપ ગાંધેની જોડીને 1982માં (દિલ્હી)

5. પુરૂષ ટીમઃ બ્રોન્ઝ મેડલ - 1974માં (તેહરાન)

6. પુરૂષ ટીમઃ બ્રોન્ઝ મેડલ- 1982માં (દિલ્હી)

7. પુરૂષ ટીમઃ બ્રોન્ઝ મેડલ- 1986માં (સિઓલ)

8. મહિલા ટીમઃ બ્રોન્ઝ મેડલ- 1982 (દિલ્હી)

9. મહિલા ટીમઃ બ્રોન્ઝ મેડલ- 2014 (ઇંચિયોન)

10. મિક્સ્ડ ડબલ્સ (લેરોય અને કંવલ ઠાકર સિંહ)- બ્રોન્ઝ મેડલ- 1982 (દિલ્હી)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news