Uttarayan 2023 : ઉત્તરાયણમાં અમદાવાદના પોળની અગાશીનું ભાડુ વધ્યું, પરંતું લોકો મોં માંગ્યા રૂપિયા આપવા તૈયાર

Uttarayan 2023 : ઉત્તરાયણમાં અમદાવાદની પોળમાં અગાશી ભાડા પર મળે છે... પતંગ રસિયાઓ 20-25 હજાર રૂપિયા આપે છે ભાડું... પોળની ઉત્તરાયણ જોવા દૂર દૂરથી આવે છે લોકો 

Uttarayan 2023 : ઉત્તરાયણમાં અમદાવાદના પોળની અગાશીનું ભાડુ વધ્યું, પરંતું લોકો મોં માંગ્યા રૂપિયા આપવા તૈયાર

Uttarayan 2023 આશ્કા જાની/અમદાવાદ : ઉતરાયણના તહેવારની મજા અલગ જ હોય છે. પોળની અગાશી પરથી અમદાવાદનું આકાશ અલગ-અલગ રંગોથી ઊભરી આવે છે. અમદાવાદની પોળની ઉતરાયણ જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. પતંગ રસિયાઓ તો બે દિવસના પર્વ એટલે કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વે અગાશી ભાડે રાખે છે. ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ વર્ષે અમદાવાદની પોળની અગાશીઓ વધુ મોંઘી થઈ ગઈ છે. અગાશી ભાડે આપવાના ભાવમાં લગભગ 5 હજાર જેટલો વધારો કરાયો છે. 

ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદના પોળ વિસ્તારમાં ઉત્તરાયણની ઉજવણી કરવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. અમદાવાદના પોળો ગુજરાતની એકમાત્ર એવી પોળો છે, જ્યાં અગાશી ભાડે આપવામાં અને લેવામા આવે છે. પોળના ધાબા ઉત્તરાયણના બે દિવસના પર્વ માટે પતંગ રસિયાઓ દ્વારા ભાડે લેવામાં આવતા હોય છે અને ઉત્તરાયણનો આનંદ ઉઠાવતા હોય છે. ત્યારે આ વર્ષે ખાડિયામાં ધાબા ભાડે આપવા માટે એડવાન્સમાં બુકિંગ થઈ ગયું છે, પરંતું અગાશીના ભાડાનો ભાવ વધી ગયો છે. પતંગ રસિયાઓ પોળનું ધાબું ભાડે રાખવા માટે 20 થી 25 હજાર રૂપિયા આપી રહ્યાં છે.

આ પણ વાંચો : 

જોકે, કોરોનાકાળ બાદ માંડ આ વર્ષે લોકોમાં ઉત્સાહ છે. ત્યારે બે દિવસ માટે પતંગ રસિયાઓ 20 થી 25 હજાર રૂપિયા ચૂકવવા માટે તૈયાર છે. આ ઉપરાંત જમવા માટે ખીચડો ઊંધિયું પૂરી જલેબી અને પીવાના પાણીની તેમજ આરામ કરવા માટે રૂમની વ્યવસ્થાના વધારાના ચાર્જ લેવામાં આવે છે. આ પહેલા ધાબા નું ભાડું 15 થી 20 હજાર રૂપિયા હતું જે આ વર્ષે વધારી અંદાજે 25,000 રૂપિયા કરવામાં આવ્યું છે. 

જોકે ઉત્તરાયણના તહેવારે શનિ અને રવિવાર હોવાના કારણે પોળના ધાબાના ભાડા પણ ખૂબ વધી છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં વિદેશીઓ પણ પતંગ ઉડાવવા માટે અમદાવાદ આવતા હોય છે અને 2 દિવસ સુધી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરે છે.

અમદાવાદમાં ઉત્તરાયણ માટે કોટ વિસ્તારમાં મોટા ભાગના ધાબા આ વર્ષે બુક થઈ ગયા છે. હવે બ્લેકમાં અગાશી લેવા માટે ડિમાન્ડ વધી છે. 10 હજારથી સવા બે લાખ સુધીના પેકેજમાં વિવિધ સુવિધાઓ પણ મળે છે. ધાબા ભાડે આપવાથી પોળના મધ્યમ વર્ગના લોકોને રોજગારી મળી રહે છે. જે વર્ષમાં એક જ વાર હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news