પ્રતિબંધિત સ્ટીવ સ્મિથ CPL-2018માં બાર્બાડોસ માટે રમશે

સ્મિથને આ ટીમમાં બાંગ્લાદેશના ખેલાડી શાકિબ અલ હસનના સ્થાને સામેલ કરાવામાં આવ્યો છે. 
 

પ્રતિબંધિત સ્ટીવ સ્મિથ CPL-2018માં બાર્બાડોસ માટે રમશે

બ્રિઝટાઉનઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ સીપીએલ-2018 (કેરેબિયન પ્રીમિયર લીગ)માં બાર્બાડોસ ટ્રિડેન્ટ્સ માટે રમશે. આ ટૂર્નામેન્ટ આઠ ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર સુધી રમાશે. સ્મિથને આ ટીમમાં બાંગ્લાદેશના ખેલાડી શાકિબ અલ હસનના સ્થાને સામેલ કરાવામાં આવ્યો છે. 

ઓસ્ટ્રેલિયા માટે 64 ટેસ્ટ, 108 વનડે અને 30 ટી-20 મેચ રમી ચુકેલો સ્મિથ વિશ્વમાં ટોંચનો ટેસ્ટ બેટ્સમેન છે. બાર્બાડોસનો સામનો 11 ઓગસ્ટે ગયાના એમેઝોન વોરિયર્સ સામે થશે. 

સ્મિથની સાથે કરાર વિશે બાર્બાડોસના કોચ રોબિન સિંહે કહ્યું, ટૂર્નામેન્ટ માટે શાકિબ બહાર થવાથી અમને મોટુ નુકસાન થયું છે, પરંતુ સ્મિથ એક સારો ખેલાડી છે. તે અમારી બેટિંગને મજબૂત કરી શકે છે. તેણે હંમેશા ઉચ્ચ સ્તરિય ક્રિકેટ રમી છે. અમને વિશ્વાસ છે કે સ્મિથ આ ટીમ સાથે સફળ થશે. 

સ્મિથ જુલાઇમાં ગ્લોબલ કેનેડા ટી-20 લીગમાં ટોરેન્ટો નેશનલ્સ માટે છ મેચ રમ્યો હતો. તેણે 33.40ની એવરેજથી 167 રન બનાવ્યા અને તેની સ્ટ્રાઇક રેટ 119.28ની રહી હતી. 

આ વર્ષે માર્ચમાં બોલ ટેમ્પરિંગ મામલામાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્મિથ અને વોર્નર પર 12 મહિના માટે અને કેમરન બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો. આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય મેચ અને ઓસ્ટ્રેલિયાની મુખ્ય ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ પર લાગૂ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news