Asia Cup 2022: ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, ઈજાને કારણે આ સ્ટાર ખેલાડી થયો બહાર

Ravindra Jadeja: એશિયા કપમાં ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાજેજા ઈજાને કારણે બહાર થઈ ગયો છે. 

Asia Cup 2022: ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો, ઈજાને કારણે આ સ્ટાર ખેલાડી થયો બહાર

દુબઈઃ દુબઈમાં એશિયા કપ-2022 ચાલી રહ્યો છે. ભારતીય ટીમ સુપર-4માં એન્ટ્રી કરી ચુકી છે. પરંતુ ટૂર્નામેન્ટની મહત્વની મેચો પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાને કારણે સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા બહાર થઈ ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ માહિતી આપી છે. જાડેજાના સ્થાને અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે અક્ષર પટેલ રિઝર્વ ખેલાડી તરીકે ટીમની સાથે છે. 

ઈજાને કારણે જાડેજા બહાર
ભારતીય ક્રિકેટ બોર્ડે આપેલી માહિતી પ્રમાણે જાડેજાને ઘુંટણમાં ઈજા છે અને તે ટૂર્નામેન્ટમાં આગળ રમી શકશે નહીં. બીસીસીઆઈની મેડિકલ ટીમ જાડેજા પર નજર રાખી રહી છે. તો અખિલ ભારતીય પસંદગી સમિતિએ જાડેજાના સ્થાને અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. 

— BCCI (@BCCI) September 2, 2022

એશિયા કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને આવેશ ખાન. 

પાકિસ્તાન સામે કરી હતી દમદાર બેટિંગ
રવીન્દ્ર જાડેજાએ પાકિસ્તાન વિરુદ્ધ 29 બોલમાં 35 રન ફટકાર્યા હતા. આ મેચમાં જાડેજાએ હાર્દિક પંડ્યા સાથે 53 રનની ભાગીદારી કરી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તો હોંગકોંગ વિરુદ્ધ જાડેજાએ બોલિંગમાં યોગદાન આપ્યું હતું. જાડેજાએ 4 ઓવરમાં 15 રન આપી એક વિકેટ ઝડપી હતી. તો એક શાનદાર થ્રો દ્વારા બેટરને રનઆઉટ પણ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news