અંતિમ ટી-20માં વેસ્ટઇન્ડિઝને હરાવીને બાંગ્લાદેશનો શ્રેણી વિજય
ટી-20 ઇન્ટરનેશનલની 3+ મેચોની શ્રેણીની વાત કરીએ તો બાંગ્લાદેશનો આ માત્ર બીજો શ્રેણી વિજય છે. આ પહેલા તેણે આયર્લેન્ડ વિરુદ્ધ 2012માં 3-0થી શ્રેણી જીતી હતી.
Trending Photos
લાડેરહિલઃ બાંગ્લાદેશે વરસાદના વિઘ્ન વચ્ચે અંતિમ ટી-20 મેચમાં વેસ્ટઇન્ડિઝને ડકવર્થ લુઇસ નિયમના આધાર પર 19 રનથી હરાવીને ત્રણ મેચની શ્રેણી જીતી લીધી.
આંદ્રે રસેલે 21 બોલમાં છ સિક્સ અને એક ફોરની મદદથી 47 રન બનાવ્યા પરંતુ ટીમને જીત ન અપાવી શક્યો. આ પહેલા બાંગ્લાદેશે પાંચ વિકેટ પર 184 રન બનાવ્યા હતા.
રસેલ 18મી ઓવરમાં મુસ્તાફિઝુર રહમાનના બોલ પર આઉટ થયો ત્યારબાદ કેરેબિયન ટીમની હાર નક્કી થઈ ગઈ. રસેલના આઉટ થવા સમયે સ્કોર 17.1 ઓવરમાં સાત વિકેટ પર 135 રન બન્યા હતા.
આ પ્રવાસ પર બંન્ને ટેસ્ટમાં હારેલી બાંગ્લાદેશી ટીમે વનડે શ્રેણી પણ 2-1થી જીતી હતી. કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને બેટિંગ પસંદ કર્યા બાદ બાંગ્લાદેશ માટે લિટન દાસે 32 બોલમાં 6 ફોર અને ત્રણ સિક્સની મદદથી 61 રન બનાવ્યા.
મેન ઓફ ધ મેચ થયેલા દાસે તમી ઇકબાલ સાથે ઓપનિંગ ભાગીદારીમાં માત્ર 28 બોલમાં 61 રન જોડ્યા. કેપ્ટન કાર્લોસ બ્રેથવેટે આવીને બાંગ્લાદેશની રનગતિ પર અકુંશ લગાવ્યો, જ્યારે તમીમ (21) રન બનાવી આઉટ થયો.
ત્યારબાદ કીમો પાલે સૌમ્ય સરકારને આઉટ કર્યો. બ્રેથવેટે મુશફિકુર રહીમ અને કેસરિક વિલિયમ્સે દાસને આઉટ કર્યો. મહમૂદુલ્લાહે અણનમ 32 રન બનાવી આરિફુલ હકની સાથે છઠ્ઠી વિકેટ માટે 38 રનની ભાગીદારી કરી ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે