ક્રિકેટરોનો વધેલો પગાર વિવાદોમાં ફસાયો, સચિવ બોલ્યા, કોન્ટ્રાક્ટ પર સહી નહીં કરુ

બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટરોને કેન્દ્રીય કરાર આપવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે. 

Dhaval Gokani Dhaval Gokani | Updated: Mar 8, 2018, 10:21 PM IST
 ક્રિકેટરોનો વધેલો પગાર વિવાદોમાં ફસાયો, સચિવ બોલ્યા, કોન્ટ્રાક્ટ પર સહી નહીં કરુ
ફાઇલ ફોટો

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોની ફી વધ્યા પહેલા વિવાદોમાં ફસાઇ ગઈ છે. આ વિવાદ સીઓએ અને બીસીસીઆઈ વચ્ચે ચાલી રહેલી ખેચતાણને કારણે વધી રહ્યો છે. બીસીસીઆઈના કાર્યવાહક સચિવે તેને લઈને આરોપ લગાવ્યો કે તેને આ વિશે જાણ કરવામાં આવી નથી, તેથી તે આ કોન્ટ્રાક્ટ પર સહી નહીં કરે. બીસીસીઆઈના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ વિશ્વ અને સ્થાનિક ક્રિકેટરોના કેન્દ્રીય કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા  અને કહ્યું કે આ મામલે કોઈપણ અધિકારીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. સીઓએ સભ્ય ડાયના એડુલ્જીએ આરોપ લગાવ્યો કે બીસીસીઆઈની નાણા સમિતિને ત્રણ વખત યાદ અપાવ્યા છતા કેન્દ્રીય કરારને દબાવીને બેઠી હતી. ચૌધરી સહિત તમામ પદાધિકારીઓને જાણ કરવામાં આવી છે. 

ઓક્ટોબર 2017થી સપ્ટેમ્બર 2018 સુધીનો કરાર બુધવારે જાહેર કરવામાં આવ્યો જેમાં ખેલાડીઓને મળતી રકમમાં ખૂબ વધારો કરવામાં આવ્યો છે. ચૌધરીએ કહ્યું, હું યોગ્ય રીતે કહી શકું કે હું આ પ્રક્રિયાનો ભાગ ન હતો. હું તમને એ પણ કહી શકું કે બોર્ડનો કોઈપણ સભ્ય તેમાં સામેલ ન હતો. હું સીનિયર પસંદગી સમિતીનો કોઓર્ડિનેટર પણ છું અને કોઈ બેઠક બોલાવવામાં આવી નથી. તે રાષ્ટ્રીય કરાર મારી પાસે આવશે તો હું તેમાં સહી કરીશ નહીં. એડુલ્જીએ તેના જવાબમાં કહ્યું કે પસંદગીકારોની બેઠક શનિવારે યોજાઇ હતી અને તેણે ખેલાડીઓના ગ્રેડ નક્કી કર્યા છે. 

એડુલ્જીએ કહ્યું, અમે બીસીસીઆઈ નાણા સમિતિને ત્રણ પત્ર લખ્યા (પહેલીવાર ઓક્ટોબર અને હાલમાં જાન્યુઆરીમાં) પરંતુ કોઈ જવાબ ન મળ્યો. હવે ખેલાડીઓના વિમાનું પણ નવિનિકરણ થવાનું છે તેથી કરારનો નિર્ણય લેવામાં આવ્યો. તેમણે કહ્યું. હું તમને કહી શકું તે પસંદગીકારોની શનિવારે યોજાયેલી બેઠકમાં ગ્રેડ નક્કી કરવામાં આવ્યા છે. 

આ કારણે થઈ રહ્યો છે કોન્ટ્રાક્ટ પર વિવાદ
ઓફ સ્પિનર જયંત યાદવ અને કરૂણ નાયર છેલ્લા એક વર્ષમાં એકપણ મેચ રમ્યા નથી તેમછતા તેને કરાર આપવામાં આવ્યો છે. જ્યારે શ્રીલંકાના પ્રવાસમાં સામેલ પંતને તેમાં સામેલ કરવામાં આવ્યો નથી. જેથી સવાલ ઉઠી રહ્યા છે. જ્યાં સુધી વિશ્વકપની ટીમમાં દાવેદાર શ્રેયસ અય્યરને કરાર મળ્યો નથી.