B'day Special: તે ક્રિકેટર જેણે મેચના છેલ્લા બોલ પર સિક્સ મારી ભારતને અપાવી હતી જીત

દિનેશ કાર્તિક (Dinesh Karthik)આજે 35 વર્ષનો થયો છે. તે ટીમ ઈન્ડિયામાં ત્યારે આવ્યો હતો જ્યારે વિકેટકીપર પાર્થિવ પટેલ સ્ટંપની પાછળ ઉભા રહેવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે 5 સપ્ટેમ્બર 2004ના ભારત માટે લોર્ડ્સના મેદાન પર વન્ડેમાં ડેબ્યૂ કર્યું હતું. પહેલાથી મેચમાં તેણે શાનદાર રીતે માઈકલ વોઘન (Michael Vaughan)ને એક હાથે જ સ્ટંપ આઉટ કર્યો હતો. થોડા મહિના બાદ તેણે કંગારૂ ટીમની સામે ટેસ્ટ કરિયરની શરૂઆત કરી, પરંતુ તે પહેલી 10 ટેસ્ટ મેચમાં માત્ર એક જ અર્ધસદી ફટકારી શક્યો હતો.
B'day Special: તે ક્રિકેટર જેણે મેચના છેલ્લા બોલ પર સિક્સ મારી ભારતને અપાવી હતી જીત

નવી દિલ્હી: દિનેશ કાર્તિક (Dinesh Karthik)આજે 35 વર્ષનો થયો છે. તે ટીમ ઈન્ડિયામાં ત્યારે આવ્યો હતો જ્યારે વિકેટકીપર પાર્થિવ પટેલ સ્ટંપની પાછળ ઉભા રહેવામાં નિષ્ફળ રહ્યો હતો. તેણે 5 સપ્ટેમ્બર 2004ના ભારત માટે લોર્ડ્સના મેદાન પર વન્ડેમાં ડેબ્યૂ કર્યું હતું. પહેલાથી મેચમાં તેણે શાનદાર રીતે માઈકલ વોઘન (Michael Vaughan)ને એક હાથે જ સ્ટંપ આઉટ કર્યો હતો. થોડા મહિના બાદ તેણે કંગારૂ ટીમની સામે ટેસ્ટ કરિયરની શરૂઆત કરી, પરંતુ તે પહેલી 10 ટેસ્ટ મેચમાં માત્ર એક જ અર્ધસદી ફટકારી શક્યો હતો.

તેની આ નિષ્ફળતા મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) માટે ફાયદાકારક સાબીત થઈષ કેમ કે, માહી ધણા સમયથી ટીમ ઇન્ડિયામાંતેની એન્ટ્રીની રાહ કરી રહ્યો હતો. ધોની જેમ જેમ ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા બનાવતો ગયો તેમ તેમ કાર્તિકનો ચાન્સ ઓછો થતો ગયો. ધોની દરેક ફોર્મેટમાં સફળ થઈ રહ્યો હતો, એટલા માટે ભારતીય ટીમે બીજા વિકેટ કીપરની જગ્યા બની રહી ન હતી. તેમ છતાં કાર્તિકે હારના માની અને તેની બેટિંગને સારી બનાવવાનો પ્રય્તન કરવા લાગ્યો. તે ટીમ ઇન્ડિયામાં ઘણી વખત બેક-અપ વિકેટકીપર અને મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે પણ સામેલ થયો છે.

જ્યારે ધોનીએ વર્ષ 2014માં ટેસ્ટ ક્રિકેટથી સન્યાસ લીધો ત્યારે ટીમ ઈન્ડિયાએ કાર્તિકની જગ્યાએ ઋદ્દિમાન સાહાને જવાબદારી શોપી. જો કે, કાર્તિક આઈપીએલમાં હમેશા ઉંચી કિંમત પર ખરીદાય છે. તે દિલ્હી, પંજાબ, આરસીબી, મુંબઇ, ગુજરાત અને કોલકાતા ટીમનો ભાગ રહ્યો છે. બાદમાં તે કે.કે.આરનો કેપ્ટન બન્યો. વર્ષ 2018ની નિદહાસ ટ્રોફીની ફાઈનલ મેચની છેલ્લી બોલ પર ભારતને જીતવા માટે 5 રનની જરૂરિયાત હતી. ત્યારે કાર્તિકે શાનદાર સિક્સ મારી ભારતને જીતાડ્યું હતું. આ શોર્ટ માટે તેને હમેશા યાદ કરવામાં આવશે.

તેના ક્રિકેટ કરિયરની જેમ તેની પર્શનલ લાઈફ પણ ઉતાર ચઢાવ ભરેલી છે. વર્ષ 2007માં કાર્તિકે નિકિતા વણઝારા (Nikita Vanjara) સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બાદમાં તેની પત્નીનું અફેર ટીમ ઇન્ડિયાના બીજા સભ્ય મુરલી વિજય સાથે થયું હતું. ડિવોર્સ સુધી વાત પહોંચી ગઈ હતી. નિકિતાએ ત્યારબાદ મુરલી વિજય સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ કાર્તિકે વર્ષ 2015માં ભારતની ટોપ સ્ક્વોશ પ્લેયર દીપિકા પલ્લીકલ (Dipika Pallikal) સાથે બીજા લગ્ન કર્યા હતા. આજે કાર્તિક અને દીપિકા ખુશખુશાલ પોતાનું લગ્ન જીવન વિતાવી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news