પાકિસ્તાન હાઈ કમિશનના જાસૂસોએ 24 કલાકમાં ભારત છોડ્યું, સોશિયલ મીડિયા પર જૂનો વીડિયો વાયરલ


Pakistani High Commission Espionage Case: પાકિસ્તાની હાઈ કમિશનમાં કામ કરનાર બે પાકિસ્તાની જાસૂસોને તેને દેશ પરત મોકલી દેવામાં આવ્યા છે. 

 પાકિસ્તાન હાઈ કમિશનના જાસૂસોએ 24 કલાકમાં ભારત છોડ્યું, સોશિયલ મીડિયા પર જૂનો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ પાકિસ્તાની હાઇકમિશનમાં તૈનાત જે જાસૂસોને દેશમાંથી કાઢવામાં આવ્યા, તે ઘણા ડિફેન્સ કર્મચારીઓને મળી ચુક્યા હતા. તપાસમાં માહિતી મળી છે કે તે બિઝનેસમેન હોવાના કવર લઈને આ અધિકારીઓને મળતા હતા. તેમની પાસે જાણકારીઓ મેળવી પાકિસ્તાનમાં Inter-services intelligence ને પહોંચાડતા હતા. તેના આઈએસઆઈ ડાયરેક્ટર સાથેના કનેક્શનના પણ પૂરાવા મળ્યા છે. કરોલ બાગના એક રેસ્ટોરન્ટથી હાઈ કમિશનના બે સ્ટાફ આબિદ હુસૈન (42) અને તાહિર ખાન (44) સિવાય ડ્રાઇવર જાવેદ હુસૈનને પણ પકડવામાં આવ્યા હતા. ત્રણેય પાકિસ્તાની છે. 22 કલાકમાં બંન્ને સ્ટાફને દેશ છોડવાનું કહેવામાં આવ્યું હતું. સોમવારે પાકિસ્તાન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ તના વાઘા બોર્ડરથી પરત ફરવાની પુષ્ટિ કરી છે. આ વચ્ચે તેનો એક જૂનો વીડિયો પણ વાયરલ થયો છે, જે કથિત રૂપે આ બંન્નેમાંથી એક જાસૂસનો છે. 

24 કલાકમાં છોડવો પડ્યો દેશ
આ જાસૂસો વિરુદ્ધ ઓફિશિયલ્સ સીક્રેટ્સ એક્સ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. ભારતે પાકિસ્તાન હાઈ કમિશનન બે સ્ટાફને પર્સોના નોન ગ્રાટાજાહેર કરી દીધા છે. તેને 24 કલાકમાં દેશ છોડવાનું કહેવામાં આવ્યું હતું. સોમવારે તેણે ભારત છોડી દીધું છે. છેલ્લે 2016માં આવી ઘટના બની હતી જ્યારે પાકિસ્તાની ડિપ્લોમેટિક સ્ટાફરને બહાર કરી દેવામાં આવ્યો હતો. 

સોનમ વાંગચૂકને મળ્યું ભારતના કરોડો વેપારીઓનું સમર્થન, ચીનને પડશે મોટો આર્થિક ફટકો

આ રીતે ફસાવતા અધિકારીઓને
આબિદ હુસૈન અને તાહિર ખાન નકલી આધાર કાર્ડ લઈને ફરી રહ્યા હતા. તેની કાર જાવેદ હુસૈન ચલાવી રહ્યો હતો. તે ડિફેન્સના અધિકારીઓને વારંવાર લલચાવતા, બહાનાથી તેની પાસે માહિતી મેળવવાનો પ્રયાસ કરતા હતા.તેથી તે મિલિટ્રી ગુપ્તચરની રડારમાં હતા. દિલ્હી પોલીસની સ્પેશિયલસેલની સાથે મળીને તેને ટ્રેક કરવાના શરૂ કરવામાં આવ્યા હતા. આ જાસૂસ ખુદને કારોબારી ગણાવી ડિફેન્સ અધિકારીઓને મળતા હતા. તેને કહેતા હતા કે  ન્યૂઝ રિપોર્ટ્સ માટે માહિતી લઈ રહ્યાં છે. જાણકારી મળતા આઈએસઆઈ પાસે પહોંચાડતા હતા. ત્રણેય પાકિસ્તાની નાગરિકો રવિવારે કરોલબાગમાં ખુબ સેન્સેટિવ ઇન્ફોર્મેશન માટે ડિફેન્સ કર્મચારીને મળવા ગયા હતા. ત્યારે તેને દબોચી લેવામાંઆવ્યા હતા. તેની પાસેથી 15 હજાર રૂપિયા અને આઇફોન મળ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news