ધાર્મિક સ્થળોને ખોલવા પર આકાશ ચોપડાએ ઉઠાવ્યા સવાલ, થઈ ગયો ટ્રોલ
ભારત માટે 10 ટેસ્ટ રમનાર આકાશ ચોપડાએ ટ્વીટ કર્યું છે કે ધાર્મિક સ્થળોને ખોલવાની જરૂર શું છે. ભગવાન દરેક જગ્યાએ છે... કે નહીં? તેના ટ્વીટ પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડા શનિવારે તે સમયે ટ્રોલ થઈ ગયો, જ્યારે તેણે લૉકડાઉનની સાથે ધાર્મિક સ્થળો ખોલવા પર ટ્વીટ કર્યું હતું. કોવિડ-19 મહામારીથી બચાવ માટે દેશભરમાં છેલ્લા બે મહિનાથી લાગૂ લૉકડાઉનને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને કેન્દ્ર સરકારે તેને અનલોક નામ આપ્યું છે.
8 જૂને શરૂ થનાર પ્રથમ તબક્કો અનલોક 1 હશે, જેમાં રેસ્ટોરન્ટ, હોટલ, મોલ, શોપિંગ સેન્ટર અને ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારની આ જાહેરાત બાદ આકાશ ચોપડાએ પોતાના ટ્વીટમાં ધાર્મિક સ્થળોને ખોલવા પર સવાલ ઉઠાવ્યા હતા. ત્યારબાદ તે ટ્રોલ થઈ ગયો હતો.
Malls, Restuarants etc. have financial implications...and perhaps, that’s why it’s not feasible to keep them shut forever. But why do we need the places of worship to open for public?? God’s everywhere....isn’t it??
— Aakash Chopra (@cricketaakash) May 30, 2020
કોમેન્ટ્રીમાં જાણીતું નામ 42 વર્ષના આકાશ ચોપડાએ ટ્વીટ કર્યુ, 'મોલ, રેસ્ટોરન્ટ વગેરે.. આ નાણાકીય જરૂરીયાત માટે જરૂરી છે... અને તેથી તેને હંમેશા માટે બંધ રાખવા સંભવ નથી પરંતુ આપણે ધાર્મિક સ્થળો ખોલવાની શું જરૂર છે? ઇશ્વર દરેક જગ્યાએ છે.... કે નથી? તેને આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.'
The priests don't have income. Do they? Aren't they humans?
— Stay Home India. (@im_shank19) May 30, 2020
એક યૂઝરે તો પુજારીઓની આવકને લઈને પણ સવાલ ઉઠાવ્યો કે તે પણ લૉકડાઉનમાં કમાણી કરી શકતા નથી.
If temples doesn't open how do the Agarbatti Dhupbatti and flower industry do survive? Isn't that comes under economic activities? And also how do pujaris survive? There livelihood is all based on opening of temples and religious places
— Aman Deep Awasthi (@amandeepawasthi) May 30, 2020
વારંદની નામની એક યૂઝરે લખ્યું કે, ઈશ્વર દરેક જગ્યાએ છે.
Dumbo, have you heard of the terms, Devalaya and Prarthanalaya? Devalaya is an abode of the deity. Prarthanalaya is a prayer hall. Ergo, any place can be used to pray for non Hindus, but Hindus need to visit their temples. If you don't know things, it's wise to keep quiet
— Keshav B S (@bskeshav) May 30, 2020
क्रिकेट तो गली में भी खेल सकते है तो जब तक कोरोना खत्म नहीं हो जाता क्रिकेट तो भी तो बंद कर देना चाहिए
— Gagan Sharma (@GaganSh42697984) May 30, 2020
તો એક યૂઝરે લખ્યું કે, ક્રિકેટ તો ગલીમાં પણ રમી શકાય છે. એક અન્યએ લખ્યુ કે, ક્રિકેટમાં કોમેન્ટ્રીનું શું કામ.
અનલોક-1માં કન્ટેઈનમેન્ટ ઝોનને છોડીને શરતોની સાથે શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ, સલૂન, હોટલ તથા અન્ય સેવાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે