બોલ ટેમ્પરિંગ વિવાદના કારણે ડેવિડ વોર્નર અને પત્નીએ ગુમાવ્યું હતું પોતાનું બાળક
દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં બોલ ટેમ્પરિંગ સ્કેન્ડલમાં ડેવિડ વોર્નરને મુખ્ય ષડયંત્રકારી ગણવામાં આવ્યો. આ મામલે સ્ટીવ સ્મિથને પણ બરાબર ભાગીદાર ગણવામાં આવ્યો હતો.
Trending Photos
સિડની: દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચમાં બોલ ટેમ્પરિંગ સ્કેન્ડલમાં ડેવિડ વોર્નરને મુખ્ય ષડયંત્રકારી ગણવામાં આવ્યો. આ મામલે સ્ટીવ સ્મિથને પણ બરાબર ભાગીદાર ગણવામાં આવ્યો હતો. અત્રે જણાવવાનું કે કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટ મેચમાં કેમરુનને ટીવી કેમેરામાં બોલ સાથે છેડછાડ કરતો રંગે હાથે પકડવામાં આવ્યો હતો. ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથે આ ઘટના બાદ માફી માંગી માંગી હતી. આ ઘટના બાદ ડેવિડ વોર્નરની પત્ની કેન્ડિસ વોર્નરે પણ પોતાની જાતને દોષિત ગણી હતી. ડેવિડ વોર્નરની પ્રેસ કોન્ફરન્સ બાદ તેણે કહ્યું હતું કે બોલ સાથે છેડછાડના વિવાદમાં તે પોતાની જાતને પણ દોષિત માને છે કારણ કે તેના પતિને દક્ષિણ આફ્રિકામાં જો ટોણા સહન કરવા પડે તો છેલ્લે તેણે પણ તેની સજા ભોગવવી પડી.
આ ઘટનાના એક મહિનાથી વધુ સમય વીતી ગયા બાદ ડેવિડ વોર્નરની પત્નીએ હવે એક નવો ખુલાસો કર્યો છે. બોલ ટેમ્પરિંગ વિવાદનું કલંક સહન કરી રહેલા ક્રિકેટર ડેવિડ વોર્નરની પત્નીએ હાલમાં જ જણાવ્યું કે તે ઘટના બાદ તેને મિસકેરેજ (ગર્ભપાત) થઈ ગયું હતું. કેન્ડિસ વોર્નરે કહ્યું કે માર્ચમાં પ્રેસ કોન્ફરન્સના એક સપ્તાહ બાદ તેણે પોતાનું બાળક ખોયું. તેણે તે બદલ તણાવ અને ઘર માટે લાંબી ઉડાણને દોષિત ઠેરવી.
તેણે ઓસ્ટ્રેલિયામાં મહિલાઓની એક સાપ્તાહિક પત્રિકાને કહ્યું કે મે ડેવને બાથરૂમમાં બોલાવીને કહ્યું કે મને બ્લિડિંગ થાય છે. અમને ખબર પડી ગઈ કે અમારું બાળક રહ્યું નથી. અમે એકબીજાને પકડીને ખુબ રડ્યાં. તેણે કહ્યું કે અમે હ્રદયભગ્ન થયા હતાં. એ જ પળે અમે નક્કી કરી લીધુ હતું કે હવે અમારા જીવન પર કોઈ પણ વાતની અસર થશે નહીં. વોર્નરના બે બાળકો છે.
અત્રે જણાવવાનું કે બોલ ટેમ્પરિંગ પહેલા ટેસ્ટ સીરિઝ દરમિયાન બંને ટીમોના સંબંધો સારા નહતાં. પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ડેવિડ વોર્નર અને ક્વટન ડિકોક વચ્ચે ઝગડો થયો હતો. ત્યારે ઓસ્ટ્રેલિયન બેટ્સમેને કહ્યું હતું કે દક્ષિણ આફ્રીકી વિકેટકીપરે તેમની પત્ની માટે અપશબ્દો કહ્યાં હતાં.
નોંધનીય છે કે દક્ષિણ આફ્રીકા વિરુદ્ધ ત્રીજી મેચ દરમિયાન બોલ સાથે છેડછાડ કરવાના મામલે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના 3 ક્રિકેટરોને કડક સજા આપી હતી. સીએએ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઈસ કેપ્ટન ડેવિડ વોર્નરને એક એક વર્ષ અને કેમરૂન બેંક્રોફ્ટને 9 મહિના માટે પ્રતિબંધિત કર્યા હતાં. જો કે આ ત્રણેય ક્રિકેટરોએ ક્લબ ક્રિકેટમાં વાપસી કરી લીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે