ડેવિડ રિસર્ડ્સન 2019ના વિશ્વ કપ બાદ આઈસીસીના સીઈઓનું પદ છોડી દેશે
Trending Photos
દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ મંગળવારે પુષ્ટિ કરી કે આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ રિચર્ડ્સન ઈંગ્લેન્ડમાં યોજાનાર 2019ના વિશ્વ કપ બાદ પોતાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ હટી જશે. રિચર્ડસને પહેલા જ આઈસીસીને જાણ કરી દીધી કે તેઓ પોતાના કાર્યકાળને આગળ વધારવા માંગતા નથી.
સાઉથ આફ્રિકાના પૂર્વ વિકેટકીપર રિચર્ડ્સન આઈસીસી સાથે 2002માં જનરલ મેનેજર (ક્રિકેટ સંચાલન)ના પદ પર જોડાયા હતા અને 2012માં હારૂન લોગર્ટના હટ્યા બાદ સીઈઓ બન્યા. તે જાણ થઈ કે રિચર્ડસનના સંભવિત ઉત્તરાધિકારી માટે જલ્દી વૈશ્વિક ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
David Richardson to step down following the ICC Cricket World Cup 2019 https://t.co/6zd392d39n
— ICC Media (@ICCMediaComms) July 3, 2018
“The hardest thing as a cricketer is knowing when the time is right to retire. But for me, the end of the ICC Cricket World Cup next year is about right," says Mr Richardson
— ICC Media (@ICCMediaComms) July 3, 2018
આઈસીસીના ચેરમેન શશાંક મનોહરે કહ્યું, આઈસીસી બોર્ડ તરફથી હું ડેવિડને છેલ્લા 16 વર્ષ દરમિયાન ક્રિકેટ પ્રત્યે તેમની સેવા અને પ્રતિબદ્ધતા માટે આભાર માનું છું, વિશેષ કરીને છેલ્લા 6 વર્ષમાં તેમની સીઈઓના રૂપમાં સેવા માટે. રિચર્ડસને કહ્યું કે, કોઈપણ ક્રિકેટર માટે સૌથી મુશ્કેલ સમય ત્યારે આવે છે જ્યારે તે નિવૃતી લેવાનો હોઈ છે. મારા માટે આગામી આઈસીસી ક્રિકેટ વિશ્વકપ બાદ અલવિદા કહેવાનો યોગ્ય સમય છે. આઈસીસીમાં મારા કાર્યકાળનો મેં ખૂબ આનંદ માણ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે