ગોપીચંદને આશા, ટોક્યો ઓલમ્પિકમાં બેડમિન્ટનમાં ગોલ્ડ જીતશે ભારત
ભારત બેઇજિંગ ઓલમ્પિક 2008માં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું, ત્યારબાદ 2012 (લંડન ઓલમ્પિક)માં અમે પ્રથમવાર બ્રોન્ઝ મેડલ (સાઇના નેહવાલ) જીત્યો અને 2016 (રિયો ઓલમ્પિક)માં પ્રતમ સિલ્વર (પી વી સિંધુ)એ હાસિલ કર્યો હતો.
Trending Photos
મુંબઈઃ ભારતીય બેડમિન્ટન ટીમના મુખ્ય કોચ પુલેલા ગોપીચંદને આશા છે કે, ભારત 2020માં ટોક્યોમાં યોજાનારી ઓલમ્પિક ગેમ્સમાં આ રમતનો પ્રથમ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહેશે. ગોપીચંદે સોમવારે અહીં એક કાર્યક્રમથી અલગ કહ્યું, છેલ્લા કેટલાક વર્ષોમાં અમે ગત વખતની તુલનામાં સારૂ પ્રદર્શન કર્યું છે. બેઇજિંગ ઓલમ્પિક 2008માં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવુ સારૂ પરિણામ હતું.
ગોપીચંદે કહ્યું, ત્યારબાદ 2012 (લંડન ઓલમ્પિક)માં અમે પ્રથમવાર બ્રોન્ઝ મેડલ (સાઇના નેહવાલ) જીત્યો અને 2016 (રિયો ઓલમ્પિક)માં પ્રતમ સિલ્વર (પી વી સિંધુ)એ હાસિલ કર્યો હતો. આશા છે કે 2020 (ટોક્યો ઓલમ્પિક)માં અમે પ્રથમ ગોલ્ડ જીતવામાં સફળ થશું. ગોપીચંદે કહ્યું કે, પહેલા બેડમિન્ટનને પુરૂષ સિંગલ ખેલાડીઓ જેમ કે નંદૂ નાટેકર, સુરેશ ગોયલ અને પ્રકાણ પાદુકોણ અને અન્યને કારણે ઓળખવામાં આવતું હતું પરંતુ સાઇના નેહવાલે આ ધારણા બદલી નાખી છે.
તેમણે કહ્યું, આ યુવતીઓ (સાઇના અને સિંધુના સંદર્ભમાં)ના આવ્યા પહેલા બેડમિન્ટન મુખ્ય રૂપથી પુરૂષ સિંગલ ખેલાડીઓને કારણે ઓળખવામાં આવતું હતું જેમ કે નંદૂ નાટેકર, સુરેશ ગોયલ પ્રકાશ સર અને સૈયદ મોદી. તે ધારણામાં પરિવર્તન આવ્યું અને તેમાં સાઇનાની ભૂમિકા મહત્વની રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે