ટેસ્ટ ક્રિકેટ પણ બનશે રસપ્રદ! ફ્રી હિટ અને શૉટ ક્લોક માટે MCCની ભલામણ

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇક ગેટિંગની અધ્યક્ષતાવાળી સમિતિએ ટેસ્ટ ક્રિકેટ માટે કેટલાક ફેરફારોને લઈને સૂચન આપ્યા છે. 
 

ટેસ્ટ ક્રિકેટ પણ બનશે રસપ્રદ! ફ્રી હિટ અને શૉટ ક્લોક માટે MCCની ભલામણ

લંડનઃ એમસીસી વિશ્વ ક્રિકેટ સમિતિએ લાંબા ફોર્મેટને રસપ્રદ બનાવવા માટે કેટલાક પ્રસ્તાવ આપ્યા છે. જેમાં સમય બરબાદ થવો રોકવા માટે 'શૉટ ક્લોક' લગાવવી, શરૂઆતી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે સ્ટાન્ડર્ડ બોલનો પ્રયોગ અને નો બોલ માટે ફ્રી હીટ જેવી ભલામણો સામેલ છે. 

ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇક ગેટિંગની અધ્યક્ષતાવાળી સમિતિએ ગત સપ્તાહે બેંગલુરૂમાં યોજાયેલી બેઠકમાં ટેસ્ટ ક્રિકેટ માટે કેટલાક ફેરફારોનું સૂચન કર્યું છે. આ સમિતિમાં પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી પણ સામેલ છે. આ પ્રસ્તાવોને મેરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)એ મંગળવારે રાત્રે પોતાની વેબસાઇટ પર અપલોડ કર્યાં છે. 

પાંચ દિવસીય ફોર્મેટમાં સ્લો ઓવર ગતિ નિયમિત પ્રક્રિયા છે, જેથી દર્શકો રમતથી થોડા દૂર થઈ રહ્યાં છે, તેથી એમસીસી સમિતિએ 'શોટ ક્લોક' પ્રારંભ કરવાની જરૂરીયાત વ્યક્ત કરી છે. એમસીસીએ કહ્યું, જ્યારે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાના પ્રશંસકોને ટેસ્ટ ક્રિકેટમાં દર્શકોની ઓછી ભાગીદારીના મુખ્ય કારણો પૂછવામાં આવ્યા તો 25 ટકા પ્રશંસકોએ સ્લો ઓવર ગતિનો ઉલ્લેખ કર્યો હતો. 

તેમણે કહ્યું, આ દેશોમાં સ્પિનર ઓછી ઓવર ફેંકે છે, ક્યારેક એક દિવસમાં 90 ઓવર ફેંકાતી નથી, ત્યાં સુધી કે 30 મિનિટનો વધારાનો સમય પણ લેવામાં આવે છે. એમસીસીએ કહ્યું, ડીઆરએસમાં મોડુ પણ થોડુ જવાબદાર પરિબળ છે. સમિતિને લાગે છે કે ગતિ વધારવા માટે કેટલાક પગલા ભરવા જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news