લોકસભા ચૂંટણી 2019: વિરોધ પક્ષને મ્હાત આપવા જાણો શું છે ભાજપનો માસ્ટરપ્લાન...

લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર થવાની સાથે જ રાજકીય પક્ષોમાં જોમ આવી ગયું છે. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગઢ ગુજરાતમાં રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠક યોજીને ચૂંટણીનો શંખનાદ ફૂક્યો છે તો ભારતીય જનતા પાર્ટીએ પણ આગામી લોકસભા ચૂંટણીમાં વિરોધ પક્ષોનો સફાયો કરવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કરેલો છે 

લોકસભા ચૂંટણી 2019: વિરોધ પક્ષને મ્હાત આપવા જાણો શું છે ભાજપનો માસ્ટરપ્લાન...

હિતેન વિઠલાણી/ નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ની તારીખો જાહેર થવાની સાથે જ રાજકીય પક્ષોમાં જોમ આવી ગયું છે. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગઢ ગુજરાતમાં રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠક યોજીને ચૂંટણીનો શંખનાદ ફૂક્યો છે તો ભારતીય જનતા પાર્ટીએ પણ આગામી લોકસભા ચૂંટણીમાં વિરોધ પક્ષોનો સફાયો કરવા માટે એક માસ્ટર પ્લાન તૈયાર કરેલો છે. દેશના વડા પ્રધાન અને 2014માં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દેશભરમાં સ્ટાર પ્રચારક તરીકે ડીમાન્ડ વધી ગઈ છે. 

ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં 400થી વધુ રેલીનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. તેમાંથી 350 જેટલી રેલીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ સંબોધિત કરશે. આ રીતે, તેઓ આખો દેશ ફરી વળશે અને જે રીતે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર ઊભી થઈ હતી તેવી લહેર ઊભી કરવાનો પ્રયાસ કરશે. વિરોધ પક્ષનો સફાયો કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ આ સ્ટ્રેટજી બનાવી છે. વડા પ્રધાન મોદી ભાજપના સ્ટાર પ્રચારક બનશે અને તેમના નામે જ સમગ્ર ચૂંટણી લડવામાં આવશે. 

ભારતીય જનતા પાર્ટીએ તેના કાર્યકર્તાઓને 'અબ કી બાર, 400 પાર'નો ટાર્ગેટ આપ્યો છે. એટલે કે, ભાજપ આ લોકસભા ચૂંટણીમાં 400થી વધુ બેઠકો પર વિજય મેળવવા માગે છે. આ રીતે વિરોધ પક્ષને તે ચારેય બાજુથી ઘેરવા માગે છે. 

ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી રણનીતિ અંગે વિરિષ્ઠ પત્રકાર આર. રાજગોપાલને જણાવ્યું કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીમાં એવી કળા છે કે તેઓ હજારોની સંખ્યામાં લોકો સાથે સીધો સંવાદ સાધે છે. તેઓ એવી રીતે વાત કરતા હોય છે સામેની વ્યક્તિને એમ જ લાગે કે તેની સાથે વાત કરી રહ્યા છે. આ કારણે જ લોકો મોદીની રેલીમાં જવાનું પસંદ કરે છે."

કોંગ્રેસે હાર્દિકના બહારને મોદીને તેમના ઘરમાં ઘેરવાનો જે પ્રયાસ કર્યો છે તેના અંગે નિષ્ણાતોનું માનવું છે કે, મોદી અને હાર્દિક પટેલની સરખામણી શક્ય નથી. મોદીને ટક્કર આપવા માટે હાર્દિકે પાંચ જન્મ લેવા પડે. 

શરદ પવારના નિવેદન અંગે આર. રાજગોપાલને જણાવ્યું કે, "પવાર માનસિક રીતે બિમાર વ્યક્તિ છે. આ કારણે તેઓ રાજકીય સન્યાસ લઈ શકે છે. તેમની વાતોનો કોઈ અર્થ નથી. તેઓ ગમે તે બોલી શકે છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news