Team India:6 મેચમાં ખતમ થઈ ગઈ આ ખેલાડીની ક્રિકેટ કારકિર્દી, કહેવાતું હતું ટીમ ઈન્ડિયાનું બ્રહ્માસ્ત્ર

Indian Cricket Team: ટીમ ઈન્ડિયાનો એક એવો ક્રિકેટર છે, જેનું ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયર 6 ઈન્ટરનેશનલ મેચ રમ્યા બાદ જ ખતમ થઈ ગયું છે. આ ખેલાડીને એક સમયે ટીમ ઈન્ડિયાનું બ્રહ્માસ્ત્ર માનવામાં આવતું હતું, પરંતુ આ ધુરંધર ખેલાડીની ક્રિકેટ કારકિર્દી ખરાબ રીતે બરબાદ થઈ ગઈ હતી. આ ક્રિકેટરને એક સમયે ટીમ ઈન્ડિયાનો આગામી અનિલ કુંબલે માનવામાં આવતો હતો.

Team India:6 મેચમાં ખતમ થઈ ગઈ આ ખેલાડીની ક્રિકેટ કારકિર્દી, કહેવાતું હતું ટીમ ઈન્ડિયાનું બ્રહ્માસ્ત્ર

Team India Cricketer: ટીમ ઈન્ડિયાનો એક એવો ક્રિકેટર છે, જેનું  ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયર 6  મેચ જ છે. આ ખેલાડીને એક સમયે ટીમ ઈન્ડિયાનું બ્રહ્માસ્ત્ર માનવામાં આવતું હતું, પરંતુ આ ખેલાડીની ક્રિકેટ કારકિર્દી ખરાબ રીતે બરબાદ થઈ ગઈ હતી. આ ક્રિકેટરને એક સમયે ટીમ ઈન્ડિયાનો આગામી અનિલ કુંબલે માનવામાં આવતો હતો, પરંતુ આ ખેલાડીને પણ ખબર ન હતી કે તેની ક્રિકેટ કારકિર્દી આટલી જલદી સમાપ્ત થઈ જશે.

ભારત માટે ODI અને T20 ઇન્ટરનેશનલ મેચ રમનાર લેગ-સ્પિનર ​​રાહુલ શર્માનું નામ બધાને યાદ હશે. જ્યારે આ ખેલાડી ટીમ ઈન્ડિયામાં નવો હતો, ત્યારે તેના ઊંચા કદ અને ઘાતક લેગ-સ્પિન બોલિંગને કારણે તેને આગામી અનિલ કુંબલે માનવામાં આવતો હતો. રાહુલ શર્મા આઈપીએલમાં ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ, પૂણે વોરિયર્સ ઈન્ડિયા, દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ રહી ચૂક્યો છે. રાહુલ શર્માએ વર્ષ 2010માં ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદ તરફથી IPLમાં પ્રવેશ કર્યો હતો.

એવું માનવામાં આવતું હતું કે ટીમ ઈન્ડિયાનું બ્રહ્માસ્ત્ર
રાહુલ શર્મા આઈપીએલ 2011માં ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે 14 મેચમાં 5.46ના ઈકોનોમી રેટ સાથે 16 વિકેટ લીધી હતી. રાહુલ શર્માની ઘાતક બોલિંગ સામે બેટ્સમેનો રન બનાવવા માટે ફાંફા પડતા હતા. રાહુલ શર્માએ પોતાના પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી હતી. રાહુલ શર્માએ વર્ષ 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે ઈન્દોર ODI દ્વારા તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી રાહુલ શર્માને વર્ષ 2012માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ભારત માટે T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરવાની તક મળી.

પોલીસ દરોડા દરમિયાન પકડાયો
રાહુલ શર્માએ ભારત માટે 4 ODI અને 2 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, પરંતુ તે પછી ફ્લોપ શોના કારણે તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. રાહુલ શર્માએ ટીમ ઈન્ડિયા માટે 4 ODI મેચમાં 6 અને 2 T20 મેચમાં 3 વિકેટ ઝડપી હતી. રાહુલ શર્માએ IPL કરિયરમાં 44 મેચ રમી હતી, જેમાં તેણે 40 વિકેટ ઝડપી હતી. 2012માં આઈપીએલ દરમિયાન મુંબઈના જુહુમાં એક રેવ પાર્ટીમાં પોલીસના દરોડા દરમિયાન રાહુલ શર્મા ઝડપાઈ ગયો હતો.

ટીમ ઈન્ડિયામાં ફરી તક મળી શકી નથી
ત્યારપછી IPL 2012માં પુણે વોરિયર્સ ઈન્ડિયા તરફથી રમી રહેલા રાહુલ શર્માના સાથી વેઈન પાર્નેલએ કહ્યું હતું કે તે ડ્રગ એડિક્ટ નથી અને ખોટા સમયે ખોટી જગ્યાએ સમય વિતાવી રહ્યો હતો. ત્યારપછી મુંબઈ પોલીસે જુહુ બીચ પાસે આવેલી ઓકવુડ પ્રીમિયર હોટેલમાં દરોડો પાડીને બંને ખેલાડીઓને પકડી લીધા હતા. રાહુલ શર્માની દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર વેઈન પાર્નેલ સાથે રેવ પાર્ટીમાં ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ટેસ્ટ દરમિયાન બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સ્કેન્ડલ પછી તે વર્ષ 2013 માં ફરી એકવાર IPLમાં પાછો ફર્યો, પરંતુ તેને ફરીથી ટીમ ઇન્ડિયામાં રમવાની તક મળી ન હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news