અકસ્માતની અફવાથી પરેશાન સુરેશ રૈના, ટ્વીટર પર કરી અપીલ

ક્રિકેટર સુરેશ રૈના સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના કાર અકસ્માતના સમાચારોને અફવા ગણાવી છે. તેણે કહ્યું કે, આ ખોટા સમાચાર છે અને તેનો પરિવાર પરેશાન છે. 
 

અકસ્માતની અફવાથી પરેશાન સુરેશ રૈના, ટ્વીટર પર કરી અપીલ

નવી દિલ્હીઃ ભારતીય ટીમમાં વાપસીનો પ્રયત્ન કરી રહેલ ક્રિકેટર સુરેશ રૈના આ સમયે એક ખાસ કારણને લીધે પરેશાન છે. જી હા, તેની પરેશાની ફિટનેસ નહીં પરંતુ બીજી છે. નોંધનીય છે કે, યૂટ્યૂબ પર કેટલાક લોકોએ વીડિયો શેર કરતા રોડ અકસ્માતમાં તેના નિધનની વાત કરી હતી. આ અફવાથી પરેશાન ક્રિકેટર સુરેશ રૈનાએ સોમવારે ટ્વીટ કરીને ફેન્સને તે અફવાને નજર અંદાજ કરવાની વાત કરી છે. 

તેણે પોતાના ટ્વીટમાં કહ્યું- છેલ્લા થોડા દિવસથી યૂટ્યૂબ પર મારા અકસ્માતના ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યાં છે. આ ખોટા સમાચારથી મારો પરિવાર અને મિત્રો પરેશાન છે. મારી તમને નિવેદન છે કે આ પ્રકારના સમાચારોને નજર અંદાજ કરો. ભગવાનની કૃપાથી હું ઠીક છું. જે ચેનલોએ આ પ્રકારની અફવાઓ ઉડાવી છે, તેનો રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આશા છે કે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. 

— Suresh Raina🇮🇳 (@ImRaina) February 11, 2019

મહત્વનું છે કે રૈના હાલ આંતરરાષ્ટ્રીય ટીમમાંથી બહાર છે, પરંતુ ઉત્તર પ્રદેશની ટીમ માટે રમી રહ્યો છે. તેણે છેલ્લે ડિસેમ્બરમાં ઝારખંડ વિરુદ્ધ મેચ રમી હતી. આ મેચમાં તેણે 75 રન બનાવ્યા હતા. આંતરરાષ્ટ્રીયની વાત કરીએ તો તે છેલ્લે જુલાઈમાં ટીમ ઈન્ડિયા માટે મેદાનમાં ઉતર્યો હતો. 

રૈનાએ ભારત માટે 226 વનડે રમી છે. આ દરમિયાન તેણે 5 સદી અને 36 અડધી સદીની મદદથી 5615 રન બનાવ્યા છે. તેને ટી20 સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. ટી20 આંતરરાષ્ટ્રીયમાં તેણે 78 મેચ રમી અને 1605 રન બનાવ્યા છે. તે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર કેટલાક ખેલાડીઓમાં સામેલ છે. તેના નામે 18 ટેસ્ટમાં 1 સદી અને 7 અડધી સદી નોંધાયેલી છે. ટેસ્ટ કરિયરમાં તેણે 768 રન બનાવ્યા છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news