CWG 2018 : જીતૂ રોયએ કોમનવેલ્થ રેકોર્ડ તોડીને ભારતને અપાવ્યો ગોલ્ડ, પ્રદીપે જીત્યો સિલ્વર
Trending Photos
ગોલ્ડ કોસ્ટ: 21મા કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે પણ ભારતની શરૂઆત શાનદાર રહી. વેટલિફ્ટિંગમાં પ્રદિપ સિંહના રજત પદક જીત્યા બાદ નિશાનેબાજીમાં જીતૂ રોયે 10 મીટર એક પિસ્ટલ ઇવેંટમાં ગોલ્ડ મેડલ અપાવ્યો. આ ઇવેંટનો બ્રોંજ મેડલ ઓમ મિથરવાલે જીત્યો. કોમનવેલ્થમાં ભારતને અત્યાર સુધી 8 ગોલ્ડ મેડલ મળી ચૂક્યા છે. બેલમોંટ શૂટિંગ સેંટરમાં આયોજિત પુરૂષોની 10 મીટર એર પિસ્ટલ નિશાનેબાજી સ્પર્ધાના ફાઇનલમાં જીતૂએ ગોલ્ડ મેડલ જીત્યો.
જીતૂએ ફાઇનલમાં કુલ 235.1 પોઇન્ટ પ્રાપ્ત કર્યા. આ સાથે જ તેમણે આ સ્પર્ધાનો નવો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો. મિથારવલે 241.3 પોઇન્ટ સાથે કાંસ્ય પદક જીત્યો. આ સ્પર્ધાનો રજત પદક ઓસ્ટ્રેલિયાના કૈરી બેલે જીત્યો.
YES!!! JITU RAI GOLD!!! 10m Air Pistol. Congrats @JituRai. So proud to support you @OGQ_India @GC2018. Great work by @OfficialNRAI @Media_SAI pic.twitter.com/0Adaer3OY3
— Viren Rasquinha (@virenrasquinha) April 9, 2018
Another Day...Another Medal😊
Congratulations to Pradeep Singh for winning Silver Medal 🥈 in men's 105 Kg weightlifting category. Pradeep lifted a total of 152 + 200= 352 kg.#CWG2018 pic.twitter.com/zVzPzph4B6
— Maj Surendra Poonia (@MajorPoonia) April 9, 2018
#GC2018: India's #PradeepSingh got silver in men's 105 kilogram category. #GC2018Weightlifting pic.twitter.com/Idu4fgAq5P
— All India Radio News (@airnewsalerts) April 9, 2018
આ પહેલાં ભારતના પ્રદીપ સિંહે પાંચમા દિવસે સોમવારે ભારતને વધુ એક મેડલ અપાવ્યો. પ્રદીપે પુરૂષોની 105 કિલોગ્રામ ભારવર્ગ વેટલિફ્ટિંગમાં રજત પદક પર કબજો જમાવ્યો. તેમણે સ્નૈચમાં 152નો સર્વશ્રેષ્ઠ ભાર ઉઠાવ્યો તો બીજી તરફ ક્લીન એંડ જર્કમાં 200નો સર્વશ્રેષ્ઠ ભારત ઉઠાવ્યો. પ્રદીપે કુલ 352નો સ્કોર કર્યો. તે ગોલ્ડ મેડલની દોડમાં હતા, પરંતુ ક્લીન એન્ડ જર્કમાં અંતિમ બે પ્રયત્નોમાં અસફળ રહ્યા બાદ તેમને રજત પદકથી સંતોષ માનવો પડ્યો.
સ્પર્ધાનો ગોલ્ડ મેડલ સમોઆના સોનેલે માઓને મળ્યો જેમણે 360નો કુલ સ્કોર કર્યો. કાંસ્ય પર ઇગ્લેંડના ઓવેન બોક્સલે કબજો જમાવ્યો, જેમણે કુલ 351નો સ્કોર કર્યો. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અત્યાર સુધી 8 ગોલ્ડ, 3 સિલ્વર અને 5 બ્રોન્જ સહિત કુલ 15 મેડલ મળ્યા છે.
CWG 2018: ટેબલ ટેનિસમાં મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, ભારતનો સાતમો ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સ 2018: સોનાનો વરસાદ, પૂનમ બાદ હવે મનુ ભાકરે અપાવ્યો ભારતને 6ઠ્ઠો ગોલ્ડ મેડલ
CWG 2018 : વિકાસ ઠાકુરે ભારતને અપાવ્યો દિવસનો પાંચમો મેડલ
વેઈટલિફ્ટિંગમાં ફરી વરસ્યું સોનું, પૂનમ યાદવે દેશને અપાવ્યો 5મો ગોલ્ડ મેડલ
CWG 2018: વેંકટ રાહુલે અપાવ્યો 4થો ગોલ્ડ મેડલ, મેડલ ટેલીમાં ભારત ચોથા નંબરે
CWG 2018: સતીષે રચ્યો ઈતિહાસ, વેઈટલિફ્ટિંગમાં ભારતને 3જો ગોલ્ડ મેડલ અપાવ્યો
CWG 2018 માં ભારતને બીજો ગોલ્ડ, સંજીતા ચાનૂએ વેટલિફ્ટિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ
જેમણે દેશને અપાવ્યો મેડલ, તેને ફિઝિયો પણ ન આપી શક્યા ઓફિસર
CWG 2018: ટ્રક ડ્રાઇવરનો પુત્ર ગુરૂરાજે ભારતને અપાવ્યો પ્રથમ ચંદ્રક
CWG 2018 : મીરાબાઈ ચાનૂએ નવો રેકોર્ડ બનાવીને ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે