121 પહેલાં PNBમાં થયું હતું કૌભાંડ, લાલા લાજપત રાયે ખોલી હતી પોલ
Trending Photos
નવી દિલ્હી: ભાગલા બાદ પીએનબી બેંક ભારતના ભાગમાં ન આવી હોત તો તે આજે પાકિસ્તાની બેંક હોત. આ તે જ બેંક છે, જેમાં ચર્ચિત જલિયાવાલા બાગ કાંડ સમિતિનું એકાઉંટ હતું. દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડ સામે ઝઝૂમી રહેલા પંજાબ નેશનલ બેંકની છબિ ભલે ખરાબ થઇ હોય. પરંતુ આ બેંક પોતાનો એક ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. જોકે આ કોઇ પહેલીવાર બન્યું નથી જ્યારે બેંકનું કૌભાંડ ઉજાગર થયું અથવા પછી તેને નુકસાન થયું હોય. તેની શરૂઆત આજથી 121 વર્ષ પહેલાં થઇ હતી. આજના જમાનામાંન આ એક મલ્ટીનેશનલ બેંક છે, તેની દુનિયાભરમાં શાખાઓ છે. હજારો કર્મચારી છે. 7 લાખ કરોડ રૂપિયાથી વધુ બેંકની સંપત્તિ છે.
આજે ભારતના લગભગ દરેક જિલ્લામાં પોતાનો પગપેસારો કરી ચૂકેલી આ બેંકને ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ લાહોરથી નવી દિલ્હી શિફ્ટ કરવામાં આવી હતી. આજે ભારતની આ બીજી સૌથી મોટી સરકારી બેંક એસેટ (સંપત્તિ)ની દ્વષ્ટિએ આ ત્રીજી સૌથી મોટી બેંક છે. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે વર્ષ 2018માં સૌથી મોટા બેંકિંગ કૌભાંડે દેશને મચમચાવીને મુકી દીધો તો બીજી તરફ 121 પહેલાં પણ આવું થઇ ચૂક્યું છે.
121 વર્ષ પહેલાં શું થયું હતું
બેંકના ઇતિહાસના 123 વર્ષ આવા જ પસાર થયા છે. બેંક કૌભાંડનો પહેલો કિસ્સો તેની શરૂઆતના 2 વર્ષ બાદ જ સામે આવ્યો. તે મામલો લાલ લાજપત રાય અને લાલા હરકિશન લાલ વચ્ચે સાર્વજનિક વિવાદના રૂપમાં સામે આવ્યો. લાલ લાજપત રાયના ભાઇ દલપત રાયે 1895માં બેંક જોઇન કરી હતી. પરંતુ 2 વર્ષ બાદ 1897માં તેમણે રાજીનામું આપી દીધું. ત્યારબાદ લાલ લાજપત રાયને ખુલ્લો પત્ર લખ્યો હતો.
લાલા લાજપત રાયે ખોલી હતી પોલ
લાલાલ લાજપત રાયે લખ્યું 'સચિવના રૂપમાં મારા ભાઇએ હરકિશન લાલના આદેશ હેઠળ કંઇક કરવામાં આવ્યું હતું. જેમાં એક અન્ય નિર્દેશકનો સંબંધ હતો. લેણદેને બેંકને નુકસાન પહોંચાડ્યું અને બોર્ડના મેનેજરને લાલાલ લાજપત રાયે પોતાનું સ્પષ્ટીકરણ આપવા માટે કહ્યું. મારા ભાઇએ લાલા હરકિશનને તેમના સહી કરેલા સૂચનો બતાવ્યા. હરકિશન લાલ ઇચ્છતા હતા કે દલપત રાય તે દસ્તાવેજોને નષ્ટ કરી દે. પરંતુ તેમણે આમ કરવાની ના પાડી દીધી. તેમણે હરકિશન લાલની નારાજગી સહન કરવી પડી અને રાજીનામું આપી દીધું.
કૌભાંડ બાદ પણ ચાલુ હતી લડાઇ
કૌભાંડના ભેદ ઉકેલાયા બાદ પણ લડાઇ ચાલુ હતી. 1901ના હરકિશન લાલે પીપુલ્સ બેંક શરૂ કરી. જોકે પછી તે બેંક બંધ કરી દેવામાં આવી. હરકિશન લાલે પોતાના પીએનબીના ડાયરેક્ટરના કાર્યકાળ પુરો થયા બાદ ફરીથી ચૂંટણીની માંગ કરી. લોકોને પણ આ લડાઇમાં મજા આવી રહી હતી, દૈનિક ટ્રિબ્યૂને ફેબ્રુઆરી-માર્ચ 1902 દરમિયાન બંનેની લડાઇના 14 પત્રો છાપ્યા હતા.
ઇન્ડીયન કંપની એક્ટમાં થઇ હતી નોંધણી
લાલા લાજપત રાય ઇચ્છતા હતા કે પોતાના રાષ્ટ્રની એક બેંકો હોય તેનો ફાયદો ભારતીયોને મળે. કારણ કે તે સમયે જે બેંક હતી તે અંગ્રેજોની હતી અને તે ભારતીયોને ભારતીયોની જમા રાશિ પર થોડું વ્યાજ તો આપતા હતા, પરંતુ મોટો ફાયદો પોતે લેતા હતા. રાષ્ટ્ર સન્માન અને સ્વદેશી આંદોલન હેઠળ એક બેંક સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. 19 મે 1894ના રોજ ઇન્ડીય એક્ટ હેઠળ પંજાબ નેશનલ બેંકની નોંધણી કરવામાં આવી. તેની ઓફિસ હાલના પાકિસ્તાનના લાહોર શહેરના અનારકલી બજારમાં ખોલવામાં આવી હતી. સામાન્ય લોકો માટે 12, એપ્રિલ 1895ના રોજ બેંક શરૂ કરવામાં આવી હતી.
6 બેંકોનું અધિગ્રહણ કરી ચૂકી છે પીએનબી
- આઝાદી બાદથી પીએનબી અત્યાર સુધી 6 બેંકોનું અધિગ્રહણ કરી ચૂકી છે.
- 1951માં પીએનબીએ નવી દિલ્હી સ્થિત ભારત બેંક લિમિટેડનું અધિગ્રહણ કર્યું હતું.
- 1961માં તેમની પાસે બિહારના ડાલમિયાનગર સ્થિત યૂનિવર્સલ બેંક ઓફ ઇન્ડીયાને પોતાનામાં મર્જ કરી લીધી હતી.
- 1962માં પીએનબીએ ઇંડો કોમર્શિયલ બેંક અને 1986માં હિન્દુસ્તાન કોમર્શિયલ બેંકને પોતાનામાં મર્જ કરી લીધી હતી.
- 1993માં પીએનબીએ નવી દિલ્હીની વધુ એક બેંક ન્યૂ બેંક ઓફ ઇન્ડીયાનું અધિગ્રહન કરી લીધું.
- 2003માં કેરલના કોઝિકોડ સ્થિત નેદુનંગડિ બેંકનું અધિગ્રહણ કરી લીધું.
પીએનબીમાં કોની કેટલી ભાગીદાર
- 31 ડિસેમ્બર 2017 સુધી પીએનબીમાં ભારત સરકારની 57.04 ટકા ભાગીદારી.
- યોગ્ય વિદેશી રોકાણ એટલે કે ક્વોલિફાઇડ ફોરેન ઇન્વેસ્ટર્સની 12.56 ટકા ભાગીદારી.
- વિમા કંપનીઓની 16.04 ટકા ભાગીદારી
- વ્યક્તિગત શેરધારકોની 3.57 ટકા ભાગીદારી
- બેંક/નાણાકીય સંસ્થાઓ/મ્યૂચુઅલ ફંડ/યૂટીઆઇના 9.2 ટકાની ભાગીદારી.
- અન્યની 1.53 ટકા ભાગીદારી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે